ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકાના આઠ શહેરમાં નવા કોન્સ્યુલર સેન્ટર ખુલશે…

વોશિંગ્ટન : અમેરિકાએ ભારત વચ્ચે પર ઝીંકેલા 25 ટકા ટેરિફ વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર છે. જેમાં આજથી 1 ઓગસ્ટના રોજથી અમેરિકાના આઠ શહેરમાં ભારતીયો માટે નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. આ જાણકારી અમેરિકામાં ભારતના રાજદૂતે આપી છે. જેના લીધે હવે ભારતથી અમેરિકા જતા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે.
આઠ નવા ભારતીય કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલાશે
આ અંગે અમેરિકાના ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, આજે અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે બોસ્ટન, કોલંબસ, ડલાસ, ડેટ્રોઇટ, એડિસન, ઓરલેન્ડો, રેલે, અને સૈન જોસમાં આઠ નવા ભારતીય કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલી રહ્યા છીએ. આ ઉપરાંત ટૂંક જ સમયમાં લોસ એન્જેલસમાં પણ એક ભારતીય કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલીશું. આ નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવાની સાથે જ કોન્સ્યુલર સેવામાં પણ વધારો થશે.
ભારતીય નાગરિકોની જરૂરિયાતના પગલે નવા સેન્ટરનો ઉમેરો
આ અંગે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને જરૂરિયાતને ધ્યાનના રાખીને કરવામાં આવ્યો છે. આ શહેરના સેવા ઉપલબ્ધ થતા ભારતીયોને હવે પાસપોર્ટ, વિઝા, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા(OCI) અને અન્ય કોન્સ્યુલર સેવા માટે લાંબી મુસાફરી નહી કરવી પડે. આ સેન્ટરની સ્થાપના સાથે જ ભારત સરકારની કોન્સ્યુલર સેવાનો અને ક્ષમતાનો વિસ્તાર થયો છે. તેમજ ભારતીયોને સારી સેવા પણ મળશે.
સેવાનો વ્યાપ વધારવો પણ જરૂરી
આ ઉપરાંત અમેરિકામાં ભારતીય સમુદાયની વસ્તી વધી રહી છે જેના પગલે આ સેવાનો વ્યાપ વધારવો પણ જરૂરી છે. આ ઉપરાંત ભારતીય સમુદાય સાથે સબંધ બનાવી રાખવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. તેમજ આ નવા સેન્ટર ખુલવાથી વહીવટી સરળતા ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે સામાજિક અને સાંસ્કુતિક સબંધ પણ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો…અમેરિકાના 25 ટકા ટેરિફથી દર વર્ષે ભારતને થશે કેટલું નુકસાન?