Vaishno Devi જનારા ભક્તો માટે આવ્યા Good News…
જમ્મુ-કાશ્મીરઃ ભારત એ મંદિરો અને શ્રદ્ધાનો દેશ છે અને એમાં પણ વૈષ્ણો દેવી (Vaishno Devi)ની તો વાત જ ન્યારી છે, અહીં દર વર્ષે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. હવે વૈષ્ણો દેવી જનારા ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. હવે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું વધારે સરળ બનવાનું છે સરકારના એક નિર્ણયને કારણે.
સરકાર દ્વારા જમ્મુથી સીધુ વૈષ્ણો દેવીના દરબાર સુધી હેલિકોપ્ટર સર્વિસ (Jammu to Vaishno Devi Helicopter Service) શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પણ સરકારનું પ્લાનિંગ કટરાથી સાંઝી છત માટે રોપ વે સર્વિસ (Katra to Sanjichhat Ropeway Service) શરૂ કરવાનું પણ છે, જેને કારણે
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (Shree Mata Vaishno Devi Board)ના CEO અંશુલ અગ્રવાલે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, જેને કારણે બોર્ડ દ્વારા ખાસ સગવડ કરવામાં આવતી હોય છે. આગામી અઢી મહિના માટે રજિસ્ટ્રેશનના કાઉન્ટર્સમાં પણ વૃદ્ધિ કરવામાં આવ્યો છે જેથી શ્રદ્ધાળુઓને 20થી 25 મિનિટમાં જ RFID કાર્ડ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.
હેલિ સર્વિસ વિશે વાત કરતાં શ્રાઈન બોર્ડ જણાવ્યું હતું કે છેલ્લાં વીસ-બાવીસ વર્ષથી લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે. હેલિ સર્વિસને એક ડગલું આગળ વધીને સીધુ જમ્મુથી લઈને ભવન સુધી હેલિ સર્વિસ શરૂ કરવામાં આવશે. આ માટે ઓપરેટર્સે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અપગ્રેડ કરી લીધું છે. આ ઉપરાંત હાલમાં કટરાથી સાંઝીછત સુધી આપવામાં આવતી સુવિધાનો લાભ હજાર લોકો લઈ રહ્યા છે.