Kuno National Parkથી આવ્યા Good News… આવો જોઈએ શું છે…
મધ્ય પ્રદેશના Kuno Nation Parkથી Good News આવ્યા છે. આ પાર્કમાં માદા ચિત્તા Gaminiએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે અને કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ (Bhupendra Yadav)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ સમાચાર શેર કર્યા છે. તેમણે ગામિની અને એના બચ્ચાના ફોટો પણ શેર કર્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ગામિનીની ઉંમર પાંચ વર્ષ હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાને વન વિભાગના અધિકારીઓને આ ગૂડ ન્યુઝ મળતા જ શુભેચ્છાઓ પાઠવી હતી. ભુપેન્દ્ર યાદવે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે માદા ચિત્તા આશરે પાંચ વર્ષની છે અને તેને દક્ષિણ આફ્રિકાના ત્વાલુ કાલાહારી રિઝર્વથી લાવવામાં આવી હતી. આજે એણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે અને આ સાથે જ ભારતમાં જન્મ લેનારા બેબી ચિત્તાની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારતની ધરતી પર ચિત્તાનો આ ચોથો વંશ છે અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા આ ચિત્તાનો પહેલો વંશ છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમાં પણ ખાસ કરીને વન અધિકારી, પશુ ચિકિત્સક અને ફિલ્ડ સ્ટાફને કે જેમણે ચિત્તા માટે તાણમુક્ત વાતાવરણ તૈયાર કર્યું અને કારણે જ આ ગુડ ન્યૂઝ આપણને સાંભળવા મળ્યા છે. હવે પાર્કમાં ચિત્તાની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે અને એમાં કુનો નેશનલ પાર્કમાં જન્મેલા બચ્ચાઓનો સમાવેશ પણ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા અને નામ્બિયાથી 20 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા અને એમાંથી કેટલાક ચિત્તાના મૃત્યુ થઈ ગયા હતા. 2022માં પ્રોજેક્ટ ચિત્તાની શરુઆત કરવામાં આવી હતી.