Air India ના પ્રવાસીઓ માટે સારા સમાચાર, એર ટ્રાફિક વધારવા કરશે આ ફેરફાર

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા એર ટ્રાફિકનો એર-ઈન્ડિયા(Air India)ફાયદો ઉઠાવશે. જેમાં એર- ઈન્ડિયા હવે તેના તેના વિમાનમાં પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં સીટોની સંખ્યામાં વધારો કરશે. કંપની વધુ કનેક્ટિંગ ટ્રાફિક લાવવા માટે નેટવર્કને તર્કસંગત બનાવવા માટે ફ્લાઇટના સમયને ફરીથી ગોઠવશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2022 થી ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાનું સંચાલન કરી રહેલા ટાટા ગ્રુપે તેના એરલાઇન વ્યવસાયને એકીકૃત કરી દીધો છે અને નાણાકીય વર્ષ 2019-20 માં એર ઇન્ડિયા ગ્રુપની આવક એક અબજ ડોલરથી ઓછી હતી. વર્ષ 2013 ની સરખામણીમાં લગભગ 10 ગણો વધારો થયો છે અને હવે તે લગભગ 10 બિલિયન ડોલર છે.
આ પણ વાંચો: Air India એ મુસાફરો માટે આ નવી સુવિધા શરૂ કરી, મુસાફરી બનશે સરળ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ઊંચા ભાડા વસૂલ કરી શકે છે
જોકે, અમેરિકન ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનના કારણે એરલાઇન એર ઇન્ડિયાના ખર્ચ માળખા અને નફાકારકતા પર દબાણ આવ્યું છે. જોકે, એરલાઇન પાસે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ઊંચા ભાડા વસૂલ કરી શકે છે જ્યાં ટિકિટની કિંમત વિદેશી ચલણમાં હોય છે .ભારતીય રૂપિયો તાજેતરના અઠવાડિયામાં સતત ઘટી રહ્યો છે અને 10 જાન્યુઆરીએ યુએસ ડોલર સામે 86.04 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો.
એર ઇન્ડિયા દરરોજ 1168 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા ગ્રુપ દરરોજ 1168 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્થળો માટે 313 સેવાઓનો સમાવેશ થાય છે. આ વિદેશી ફ્લાઇટ્સમાંથી, 244 ટૂંકા અંતરની અને 69 લાંબા અંતરની છે. સામાન્ય રીતે, ટૂંકા અંતરની ફ્લાઇટ્સનો સમયગાળો પાંચ કલાક સુધીનો હોય છે, અને લાંબા અંતરની ફ્લાઇટ્સનો સમયગાળો પાંચથી આઠ કલાકનો હોય છે.
પ્રીમિયમ સેગમેન્ટ પર ઘણું ધ્યાન કેન્દ્રિત
એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO)નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે પ્રીમિયમ ઇકોનોમિક હોય કે કોમર્શિયલ દરેકના ટ્રાફિકમાં વધારો થયો છે અને તેમા વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે પ્રીમિયમ સેગમેન્ટ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.