નેશનલ

ગુરુદ્વારામાં યોગ કરવા પર થયો હંગામો, લોકોએ સુવર્ણ મંદિરમાં નમાઝનો વીડિયો કર્યો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો?

21 જૂને યોગ દિવસના અવસર પર એક મહિલા Social media infludncerએ પંજાબના એક ગુરુદ્વારામાં યોગ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પછી તે ફોટાને લઈને વિવાદ ઊભો થયો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (SGPC) એ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ SGPCને આડે હાથ લીધું હતું. સોશિયલ મીડિયા પર ગઈકાલથી ગુરુદ્વારામાં નમાઝ અદા કરતા લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ઘટના ક્રમ મુજબ ‘યોગ દિવસના અવસર પર ફેશન ડિઝાઈનર અને લાઈફસ્ટાઈલ ઈન્ફ્લુઅન્સર અર્ચના મકવાણાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરતા પોતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, જેના પછી SGPC ચીફ હરજિંદર સિંહ ધામીએ ફરિયાદ નોંધાવી હતી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સુવર્ણ મંદિરમાં શીખ આચરણ વિરુદ્ધ પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય નહીં, પરંતુ કેટલાક લોકો આ પવિત્ર સ્થળની પવિત્રતા અને ઐતિહાસિક મહત્વને અવગણીને જાણી જોઈને વાંધાજનક કૃત્યો કરી રહ્યા છે. SGPC અનુસાર, અર્ચના મકવાણાએ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.


અર્ચના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ ગુરુદ્વારામાં નમાઝ અદા કરવાનો વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાંથી એક અમૃતસરના સુવર્ણ મંદિરનો છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરતા જોવા મળે છે. પંજાબના માલેરકોટલા જિલ્લાના એક ગુરુદ્વારાનો વીડિયો સામે આવ્યો છે. અહીં પણ ગુરુદ્વારામાં નમાઝ અદા કરવામાં આવતી જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે લોકો કહી રહ્યા છે કે જ્યારે ગુરુદ્વારામાં નમાઝ અદા કરી શકાય છે તો પછી યોગ કરતી યુવતી વિરુદ્ધ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી?

સુવર્ણ મંદિરમાં યોગના ફોટા સોશિયલ મીડિયા પર મૂકનારી મહિલા Social media influencer અર્ચના મકવાણાએ પણ પોતાની તસ્વીરોને લઈને થયેલા વિવાદને જોઈને માફી માંગી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે મેં કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કંઈપણ પોસ્ટ કર્યું નથી. મને ખબર ન હતી કે ગુરુદ્વારા સાહિબ પરિસરમાં યોગાસન કરવું કેટલાક લોકો માટે અપમાનજનક હોઈ શકે છે. મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ