ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

છ દિવસ બાદ આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ અને એમાં પણ ખાસ કરીને જુન અને જુલાઈ મહિનો એકદમ ખાસ રહેવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મોટા અને મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે. હવે જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે છેલ્લાં દિવસે પણ એક મહત્ત્વનો યોગ બનવા જઈ રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકો પર સારી અસર જોવા મળી શકે છે. ચાલો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિના જાતકોને એનો ફાયદો થઈ રહ્યો છે-

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 19મી જુલાઈના ગ્રહોના રાજકુમાર બુધએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે 31મી જુલાઈના ગ્રહોના સેનાપતિ ગણાતા શુક્ર પણ 31મી જુલાઈના દિવસે આ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર અને બુધની યુતિને કારેમ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (24-07-24): મેષ અને મિથુન રાશિના જાતકોએ આજે Professional Lifeમાં કરવો પડશે Challengesનો સામનો…

શ્રાવણ મહિનામાં બની રહેલો આ લક્ષ્મી નારાયણ યોગ ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે જુલાઈના અંતમાં બની રહેલો આ લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના જાતકો માટે પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે અને નવી નવી તક મળી રહી છે. પૈસા બચાવવામાં પણ સફળતા મળી રહી છે. વાણીમાં મિઠાશ જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે પણ આ યોગ સુતેલું ભાગ્ય જગાડનારું રહેશે. આ સમયગાળામાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. વેપારમાં પણ ફાયદો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન કે પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લગ્નજીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે પણ લક્ષ્મીનારાયણ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કોઈ જૂના રોકાણથી લાભ થશે. ધનલાભ થઈ રહ્યો છે. વિદેશ જવાનું વિચારી રહેલાં લોકોની ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button