નેશનલસ્પેશિયલ ફિચર્સ

ધોરણ ૧૨ પાસ માટે વાયુસેનામાં જોડાવાની આ સુવર્ણ તક ….

Opportunity to join Air Force : હાલમાં ધોરણ દસ અને બારના ખૂબ સારા પરિણામો આવ્યા છે. લગભગ ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ સારા માર્કસ મેળવી શક્યા છે. હાલ ધોરણ ૧૨ પછી હવે શું કરવું તે ચિંતાનો વિષય છે. પરંતુ કારકિર્દી માટે એક સોનેરી તક છે. દેશપ્રેમની ભાવના સાથે આપણાં ઘણા યુવાનો દેશની સૈન્યમાં જોડવાનું સપનું ધરાવતા હોય છે. જો તમે એરફોર્સમાં પોતાનું કરિયર બનાવવા માંગતા યુવાનો માટે આ એક મહત્વનો લેખ છે.

ભારતીય વાયુસેના માટે કામ કરતી એસ ફોર્સ ટેકનિકલ કોલેજ (AFTS)ની સ્થાપના ૪ જુલાઇ ૧૯૪૯ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થાન એર સર્વિસ ટ્રેનિંગ કોર્પ્સ, હેમ્બલ, યુકેના સહયોગથી સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજની સ્થાપના બાદ તેનું નામ ઘણી વખત બદલાવવામાં આવ્યું હતું. ૧ જાન્યુઆરી ૧૯૫૭ ના રોજ તેનું નામ AFTC કરી દેવામાં આવ્યું.

એર ફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC)એ ભારતીય વાયુસેના અને સંલગ્ન સેવાઓના પ્રશિક્ષણ એન્જિનિયરો ઉપરાંત અન્ય સંસ્થાઓ જેવી કે
DRDO, HAL વગરે અધિકારીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે. તાલીમ કાર્ય એરોનોટિકલ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ એડવાંન્સ ટેકનોલોજી વગેરે દ્વારા કરવામાં આવે છે.

આ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ AFCAT પરીક્ષા પાસ કરવી પડશે. જેના મેરીટના આધારે પ્રવેશ મેળવી શકાય છે. આ પરીક્ષા વર્ષમાં બવે વખત ભારતીય વાયુસેના દ્વારા લેવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ અરજી કરવા માટેની જરૂરી શરતોને પૂર્ણ કરે છે કે કેમ તે જોઈ લેવું જોઈએ. પરીક્ષાના તમામ તબક્કામાં તેમનો પ્રવેશ લેખિત પરીક્ષા અને SSB દ્વારા થશે.

AFCATની પરીક્ષા માટે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. જેમાં ગણીત અને ફિઝિક્સમાં ૬૦ ટકા સાથે ઉતીર્ણ હોવા જોઈએ. આ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૨૦ થી ૨૬ ની હોવી જોઈએ. અને ખાસ નોંધવા જેવી બાબત કે આ તાલીમના આરંભણ સમયે અને તાલીમ દરમિયાન લગ્નની મંજૂરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button