નેશનલવેપાર

Gold Price Today : સોના- ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઇ :સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોના(Gold Price Today)અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ સોનાના વાયદાના ભાવમાં વધારા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે  સોનું MCX એક્સચેન્જ પર રૂપિયા 366ના વધારા સાથે રૂપિયા 73,190 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીના વાયદાના ભાવ

સોનાની સાથે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. બજારમાં શરૂઆતી કારોબારમાં ચાંદીના વાયદામાં વધારો જોવા મળ્યો હતો.  શુક્રવારે સવારે  MCX એક્સચેન્જ પર  ડિલિવરી માટે ચાંદી રૂપિયા 598 ના વધારા સાથે રૂપિયા  87,540 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે સોનું

શુક્રવારના શરૂઆતના વેપારમાં વૈશ્વિક સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 15 ડોલરના વધારા સાથે 2595.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે ગોલ્ડ સ્પોટ ડોલર 8.83 ના વધારા સાથે 2,566.73 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે ચાંદી

વૈશ્વિક બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર ચાંદીનો ભાવ 0.24 ડોલરના વધારા સાથે 30.35 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જ્યારે  ચાંદી હાજર 0.07 ડોલરના વધારા સાથે 29.95 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button