મુંબઈ : ભારતીય બજારમાં છેલ્લા 2 દિવસથી સોનાના ભાવમાં(Gold Price Today)સતત વધારો થઈ રહ્યો હતો. જયારે આજે આ ગતિ થોડી ધીમી થઈ ગઈ છે. નવરાત્રીના ત્રીજા દિવસે સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 29 સપ્ટેમ્બર પછી ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. પરંતુ આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. તહેવારોના સમયમાં લોકો સોના-ચાંદીની મોટા પાયે ખરીદી કરે છે.
ભારતમાં આજે સોનાનો દર
ભારતમાં આજે સોનાનો ભાવ સ્થિર છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ ઉપરાંત આજે 24 કેરેટ સોનાનો ભાવ 77,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. 18 કેરેટ સોનાનો ભાવ આજે 58,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી.
ભારતમાં આજે ચાંદીનો ભાવ
ભારતમાં આજે ચાંદીના ભાવ ગઈ કાલે સ્થિર રહ્યા હતા. આજે ભારતમાં 1 કિલો ચાંદીનો ભાવ 2000 રૂપિયા વધીને 97,000 રૂપિયા થઈ ગઈ છે.જયારે 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે 200 રૂપિયા વધીને 9700 રૂપિયા થયો છે.