
યુએસ ફેડના નિર્ણય પૂર્વે બુધવારે સવારે સોનાના ભાવમાં(Gold Price Today)ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે MCX એક્સચેન્જ પરના સોનાના ભાવમાં રૂપિયા 60 નો ઘટાડો થતાં રૂપિયા 76,811 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે મંગળવારે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું તેજી સાથે બંધ થયું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે 99.9 ટકા શુદ્ધતાનું સોનું રૂપિયા 950 વધીને રૂપિયા 79,300 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 950 રૂપિયા વધીને 78,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારમાં પણ સોનાનો ભાવ ઘટ્યો
બુધવારે સવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડિટી માર્કેટ (કોમેક્સ) પર, સોનું 2.80 ડોલર ઘટીને 2,659 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવાયું હતું. જ્યારે ગોલ્ડ સ્પોટ 2.90 ડોલર ના ઘટાડા સાથે 2643.93 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
Also Read – Stock Market : યુએસ ફેડની બેઠક પૂર્વ શેરબજારની ઘટાડા સાથે…
ત્રીજી વાર વ્યાજદરમાં ઘટાડો અપેક્ષિત
યુએસ ફેડરલ રિઝર્વ આજે ત્રીજી વાર વ્યાજ દર ઘટાડાની જાહેરાત કરશે અને 2025 માટે રેટ કટની શક્યતાનો સંકેત આપશે. યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ એટલે કે FOMCની બે દિવસીય બેઠક 17 ડિસેમ્બરે શરૂ થઈ હતી. આ બેઠકનો આજે બીજો દિવસ છે. નિષ્ણાતોના મતે મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય આજે આવી શકે છે. 2025માં ફેડ રેટમાં કેટલો ઘટાડો કરી શકે છે તેના પર રોકાણકારોની નજર છે. ફેડ પોલિસી સાથે, રોકાણકારો યુએસ જીડીપી અને ફુગાવાના ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જે આ અઠવાડિયે આવી રહ્યા છે.