નેશનલ

તેલંગણામાં ગેસ કટરથી બારી કાપીને બેંકના લોકરમાંથી 15 કરોડનું સોનું ચોરી ગયા ચોર

વારંગલઃ તેલંગાણાના વારંગલથી એક મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે. તસ્કરો ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ની બ્રાંચમાંથી આશરે 19 કિલોગ્રામ સોનાના ઘરેણા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેની કિંમત 14.94 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, લૂંટારુઓએ બેંકના સેફ લોકરને નિશાન બનાવ્યા હતા. જેના કારણે આશરે 500 ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ રીતે આપ્યો લૂંટને અંજામ

જ્યારે બેંકમાં સુરક્ષા ગાર્ડ હાજર નહોતા ત્યારે જ ચોરોએ લૂંટને અંજામ આપ્યો હતો. કોઈ પુરાવા હાથ ન લાગે તે માટે સૌથી પહેલા અલાર્મના વાયર કાપી નાંખ્યા હતા અને બાદમાં બારીમાં લગાવેલી લોખંડની ગ્રિલને ગેસ કટરથી કાપી હતી. આ પછી બેંકમાં ઘૂસીને સીસીટીવીના વાયર પણ કાપી નાંખ્યા હતા અને હાર્ડ ડિસ્ક પણ સાથે લેતા ગયા હતા. ચોરોએ ગેસ કટરની મદદથી બેંકના લોકર તોડ્યા હતા અને તેમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાના 497 પેકેટ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઉતાવળમાં તેઓ ગેસ કટર ભૂલી ગયા હતા.

સવારે બેંક કર્મચારીઓ જ્યારે બેંકમાં પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. ડીસીપી રાજમહેંદ્ર નાયક સહિત તેમની ટીમે ઘટનાસ્થળની તપાસ કરી હતી. બેંકમાં લૂંટ થઈ હોવાની જાણ થતાં જ ગ્રાહકોમાં હડકંપ મચ્યો હતો અને આવીને અધિકારીઓને સવાલ-જવાબ કરવા લાગ્યા હતા. બેંક અધિકારીઓ દ્વારા તેમને તેમના કિંમતી સામાનની ભાળ મેળવવા જરૂરી પગલાં લેવામાં આશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ‘હિંમત હોય તો કોંગ્રેસ મસ્જિદો અને ચર્ચોમાં…’, આ બબાતે તેલંગાણા ભાજપ રોષે ભરાઈ

બે વર્ષ પહેલા પણ બેંકમાં થઈ હતી લૂંટ

બે વર્ષ પહેલાં પણ આ બેંકમાં લૂંટ થઈ હતી. જે બાદ એક સુરક્ષા ગાર્ડને ફરજ પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ગત એક વર્ષથી આ પદ ખાલી પડ્યું છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. શાખાને લૂંટવાની પદ્ધતિ 2022માં નિઝામાબાદ જિલ્લાના મેંદોરા મંડલના બુસાપુર ગામમાં થયેલી બેંક લૂંટ જેવી જ હતી.તેથી આ લૂંટમાં લૂંટારાઓની સંગઠિત આંતર-રાજ્ય ગેંગની સંડોવણી હોવાની શંકા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચોરાયેલું સોનું, ઘરેણાં ગીરવે મૂકીને લોન લેનારા લોકોનું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે લોન લેનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ચોરી સામે વીમા કવચ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button