Gold Flowing Through Indus River to Pakistan
નેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારતની આ નદીથી પડોશી દેશ Pakistan ના લોકોને બનાવી રહી છે અમીર, જાણો કઈ રીતે…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. ભારતની જ એક નદી આપણા પડોશી દેશ પાકિસ્તાન (Pakistan)ને અમીર બનાવી રહી છે. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે કઈ રીતે? આ સ્ટોરી છેલ્લે સુધી વાંચશો તો તમને ચોક્કસ જ આની જાણ થઈ જશે.

આ પણ વાંચો : Zero Balance હશે તો પણ કરી શકશો પેમેન્ટ, UPIનું આ ફીચર છે ખૂબ જ ખાસ…

મળી રહેલી માહિતી પ્રમાણે ભારતની એક નદી પાકિસ્તાન માટે સોનાની ઈંડા આપનારી મુરગી સમાન સાબિત થઈ છે. પાકિસ્તાનને ભારતની આ નદીમાંથી અબજો રૂપિયાનો ખજાનો હાથ લાગ્યો છે. જોકે, આ ખજાનાનો કેટલો યોગ્ય ઉપયોગ પાકિસ્તાનના નાગરિકો કરશે એ તો રામ જાણે પણ તેને લૂંટવાનું તો ક્યારેથી શરૂ થઈ ગયું છે. ચાલો જોઈએ કઈ છે આ નદી અને કઈ રીતે તે પાકિસ્તાનીઓ માટે લાભદાયી બની રહી છે એ વિશે-

અમે અહીં જે વાત કરીએ રહ્યા છીએ હિમાલયથી નીકળીને ભારતમાંથી વહીને પાકિસ્તાનમાં પહોંચતી સિંધુ નદીની. સિંધુ નદીમાંથી સોનું વહીને પાકિસ્તાન પહોંચી રહ્યું છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર સિંધુ નદીમાં 600 અબજ પાકિસ્તાની રૂપિયાનો ભંડાર હોવાની માહિતી સામે આવી છે. સિંધુ નદીની આસપાસમાં પહેલાંથી જ સોનું અને બીજી ધાતુએ મળતી આવી છે, અને એના માટે જ ગેરકાયદે રીતે ખનન કરવામાં આવે છે.

આ પણ વાંચો : Burj Khalifaના પાયામાં છે એવી ખાસ વસ્તુ જેના પર ટકેલું છે આખું માળખુ…

એવું પણ કહેવાઈ રહ્યું છે હિમાચલના પર્વતોમાંથી સોનું વહાવીને પોતાની સાથે પાકિસ્તાન લઈ જાય છે. પાણીના વહેણને કારણે સોનાના બારીક કણ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં લઈ જાય છે. આ સોનું પાણીનું વહેણ મંદ પડે એ માટે કિનારા પર જમા થવા લાગે છે અને લોકો આ સોનું એકઠું કરીને થોડા ઘણા પૈસા કમાવી લે છે. આમ ભારતમાંથી વહેતી સિંધુ નદી પાકિસ્તાનીઓને અમીર બનાવી રહી છે.

Back to top button