નેશનલ

વૈષ્ણોદેવી દર્શન માટે જાઓ છો…તો પહેલા આ બદલાયેલા રૂટ જાણી લો

અમદાવાદઃ ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી સેક્શનના પઠાણકોટ યાર્ડમાં ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય. જોકે બહુ વધારે ફેરફાર નથી, પરંતુ આ ટ્રેનો પઠાણકોટ સ્ટેશન પર રોકાવાની નથી. આથી જો તમે આ બે ટ્રેનમાં પ્રવાસ કરવાના હો તો પહેલા આ વિગતો વાંચી લેજો.

1) 2થી 6 નવેમ્બર 2023 સુધી અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ કેન્ટ-ભરોલી-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર નહીં રોકાય.

2) 3થી 7 નવેમ્બર 2023 સુધી જમ્મૂતાવીથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ભરોલી-પઠાણકોટ કેન્ટ-જાલંધરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશનથી નહીં જાય.

3) 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.

4) 7 નવેમ્બર, 2023ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-અમૃતસરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો