માત્ર શ્વાન કે બિલાડી જ શું કામ, મોલમાં બકરી લઈને આવી આ મહિલા, જુઓ વીડિયો

લોકો પોતાના ઘરમાં શ્વાન કે બિલાડી તો પાળતા હોય છે, પરંતુ તેને લઈને ગાર્ડનમાં ફરવા નીકળે છે. લક્ઝુરિયસ કારમાં આ પાળતું વાહનો ફરે છે, હાઈફાઈ પાર્લરોમાં જાય છે. લોકો તેને ટ્રાવેલિંગમાં કે ફ્લાઈટમાં પણ પોતાની સાથે રાખે છે, તો પછી બકરી કેમ નહીં. હા જેમણે બકરી પાળી હોય તેમની માટે તે ઘરનું સભ્ય જ છે અને એટલે કે એક મહિલા મૉલમાં શૉપિગં કરવા આવી તો સાથે પોતાની પાળેલી બે બકરી લઈને આવી હતી. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો તો ધૂમ મચાલી રહ્યો છે કે તેને કરોડ કરતા પણ વધારે વ્યુ મળ્યા છે.
આ વીડિયો ઈન્સ્ટા પર OFFICIAL_SUDHIR_RAJA_100K પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળે છે કે એક મહિલા એલિવેટર ચડે છે અને સાથે બે બકરીઓ પણ છે. પહેલા તે પોતે ચડે છે અને પછીથી સાથે બકરીઓને પણ લઈ લે છે. લોકો એને જોઈ છે તો તે સ્માઈલ આપે છે. તેની સ્માઈલ પણ ધ્યાન ખેંચનારી છે.
बकरी ज्यादा इम्पोर्टेन्ट है
— Arshad Khan (@ArshadK96995026) September 28, 2025
ट्रिगर मत होना बस ये फन पोस्ट है pic.twitter.com/uQZ7nk2YL7
પહેલા તો બકરીઓ એલિવેટર જોઈને ડરી જાય છે. મહિલાએ તેમના ગળામાં રસ્સી બાંધી છે તેને થોડી ખેંચે છે એટલે બકરીઓ એલિવેટર પર ચડી જાય છે, પછી બન્ને બકરી આરામથી જાય છે.
યુઝર્સ આ વીડિયો જોઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક આને ફની તો અમુક આને જોખમી કહી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવાનું છે કે શ્વાન કે બિલાડી લઈને જઈ શકાય તો બકરી લઈને કેમ નહીં. અમુક એવું પણ કહે છે કે ભઈ આ બિહાર છે અહીં કંઈપણ થઈ શકે, તો એક યુઝરે એમ પણ લખ્યું હતું કે અમારે ત્યાં માણસ માટે એલિવેટર નથી, પણ અહીં બકરી મોજ કરી રહી છે.
આ વીડિયો મોલનો છે તેમ કહે છે તો અમુક લોકો બિહારના પટના જંકશનનો હોવાનું કહી રહ્યા છે. મુંબઈ સમાચાર આ માહિતીની પુષ્ટિ કરતું નથી.