નેશનલ
જ્ઞાનવાપી: એએસઆઇએ ચોથી વખત કોર્ટ પાસે સમય માંગ્યો
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ ફરીથી ચોથી વખત જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. વિશ્ર્વેશની કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ એએસઆઇએ વધુ એક અઠવાડિયાના સમય માટે અરજી કરી હતી.
અગાઉ પણ એએસઆઇ સર્વે રિપોર્ટની સમયમર્યાદા ત્રણ વખત લંબાવવામાં આવી છે. ત્યારે એએસઆઇએ રિપોર્ટ તૈયાર ન હોવાનો હવાલો આપ્યો હતો, પરંતુ આ વખતે સંબંધિત અધિકારીની તબિયત ઠીક ન હોવાનું કારણ રજૂ કરી વધુ એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. કોર્ટે વિભાગની અરજીનો સ્વીકાર કરતા આગલી તારીખ ૧૮ ડિસેમ્બર આપી છે. એએસઆઇ તરફથી કેન્દ્રના સ્થાયી સરકારી વકીલ અમિત શ્રીવાસ્તવે કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા ૩૦ નવેમ્બરના રોજ કોર્ટે રિપોર્ટ દાખલ કરવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો. ત્યારે આપેલા સમયની અંદર રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.