ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Protests In the world: વિશ્વમાં છેલ્લા 7 વર્ષમાં 400થી વધુ વિરોધ પ્રદર્શન, પ્રદર્શનના કારણો અને પરિણામો વિષે રસપ્રદ અહેવાલ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. બે વર્ષ પહેલા ખેડૂતોના વિરોધને કારણે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા હતા. હાલની ખેડૂતોની દિલ્હી કૂચને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશોમાં સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ તેમાંથી બહુ ઓછા સફળ થાય છે.

ગ્લોબલ પ્રોટેસ્ટ ટ્રેકર નામની એક વેબસાઇટ વિશ્વભરમાં થતા પ્રદર્શનો વિશે ડેટા એકત્ર કરે છે. આ વેબસાઈટ મુજબ, 2017થી અત્યાર સુધીમાં વ્યાપક અસર ધરવતા 400થી વધુ પ્રદર્શન થઈ ચૂક્યા છે, જેમાંના 23 ટકા વિરોધ પ્રદર્શન જ ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી ચાલ્યા હતા.


વેબસાઈટની યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે. શાહીન બાગ પ્રદર્શન અને કૃષિ કાયદાના વિરોધની જેમ ભારતમાં ઘણા સરકાર વિરોધી વિરોધ થયા હતા.


છેલ્લા 15 વર્ષમાં દુનિયાની રાજકીય પરિસ્થિતિઓમાં ઘણા ફેરફારો થયા છે. જેતે દેશોમાં એક મોટો વર્ગ રહ્યો છે આ ફેરફાર સાથે સહમત ન હોય. જેના કારણે લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર આવે છે. અહેવાલ મુજબ દોઢ દાયકામાં પ્રદર્શનોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. એક અભ્યાસમાં જણાવાયું છે કે વર્ષ 2006થી 2020 દરમિયાન 101 દેશમાં 3 હજારથી વધુ વિરોધ પ્રદર્શનો થયા હતા.


સર્વે મુજબ બહુ ઓછા પ્રદર્શનો છે જેની માંગણીઓ પુરી થઈ છે. ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ નોનવાયોલન્ટ કોન્ફ્લિક્ટ અનુસાર વિરોધ જેમાં હિંસા સામેલ નથી તે સફળ થવાની શક્યતા વધુ છે. શાંતિપૂર્ણ વિરોધમાં સફળતાની શક્યતા 50 ટકાથી વધુ હોય છે. બીજી તરફ, હિંસક પ્રદર્શનોને સામાન્ય રીતે સરકાર દ્વારા કચડી નાખવામાં આવે છે અથવા પ્રદર્શકકરીઓ વચ્ચે વિભાજન થાય છે.


અહેવાલ મુજબ સામાન્ય રીતે અહિંસક વિરોધને વધુ લોકોનું સમર્થન આપે છે, કારણ કે તે સામાન્ય જીવનને પ્રતિકુળ અસર કરતું નથી. હિંસક વિરોધમાં માત્ર લડાઈનો સમાવેશ થતો નથી, પરંતુ તેમાં ખાનગી કે સાર્વજનિક સંપત્તિની તોડફોડ કરવી અને રસ્તાઓ બ્લોક કરવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.


અહેવાલ મુજબ રાજ્ય કે દેશનાની કુલ વસ્તીના 3.5 ટકા લોકો પણ જો કોઈ પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લે, તો તે સફળ થશે.


કેટલાક મધ્ય-પૂર્વીય અને સરમુખત્યારશાહી ધરવતા દેશો સિવાય લગભગ તમામ લોકશાહી દેશો શાંતિપૂર્ણ દેખાવોને મંજૂરી આપે છે.


અહેવાલ મુજબ સૌથી વધુ વિરોધ પ્રદર્શનો સરકાર વિરુદ્ધ થાય છે. આમાં બળવો હોઈ શકે છે, અથવા ચોક્કસ નીતિ સામે રોષ પણ હોઈ શકે છે. જાતિ અથવા રંગવાદને લઈને વિરોધ પ્રદર્શનો થતા રહે, તાજેતરમાં જ બ્લેક લાઇવ્સ મેટર ચળવળ અમેરિકામાં શરૂ થઈ, જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. મોટા ભાગના વિરોધ પ્રદર્શન અને આંદોલન ભ્રષ્ટાચાર અને મોંઘવારીને લઈને થયા છે. આમાં આત્યંતિક કિસ્સો એ છે કે સત્તા પલટો થયો હોય. ઘણા દેશોમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ઉદાહરણ તરીકે, કિર્ગિસ્તાનમાં ચીન વિરોધી આંદોલન થયું હતું.


પ્રદર્શનમાં વિદેશી એજન્ટો પણ સામેલ થઈ શકે છે. આનો અર્થ એ છે કે વિદેશી સત્તા લોકો સાથે મળીને કોઈપણ દેશમાં પ્રદર્શનને ઉશ્કેરે છે. આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિરોધ પ્રદર્શનો થયા છે, પરંતુ તે સામાન્ય રીતે નાના પાયે થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ