દુનિયાના શાંત દેશોમાં ભારત કેટલામાં નંબરે, પડોશી દેશ પાકિસ્તાન કરતાં આગળ કે પાછળ?
આજકાલના ભાગદોડભર્યા જીવનમાં માણસને શાંતિ જોઈતી હોય છે અને એ માટે તેઓ બ્રેક લઈ-લઈને સુંદર શાંત અને રમણીય કહી શકાય એવી જગ્યાઓ પર વેકેશન માણવા પહોંચી જાય છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયાના શાંત દેશો કયા છે અને એમાં મેરા ભારત મહાન કયા નંબરે છે તો? ગૂંચવાઈ ગયા ને? ચાલો તમને જણાવીએ-
આ પણ વાંચો : NIRF Ranking 2024: IIT મદ્રાસ ટોચના સ્થાને; શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ
હાલમાં જ ગ્લોબલ પીસ ઈન્ડેક્સનો રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં દુનિયાના સૌથી શાંત દેશોની યાદી બહાર પાડવામાં આવી છે. દુનિયાના સૌથી શાંત દેશોની યાદીમાં સૌથી પહેલાં સ્થાને આવે છે આઈલેન્ડ અને બીજા નંબરે આવે છે આયરલેન્ડ. આયરલેન્ડનો સ્કોર 1.303 જેટલો છે. 1.313ના સ્કોર સાથે ઓસ્ટ્રિયા દુનિયાના શાંત દેશોની યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. ચોથા નંબરે આવે છે ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડની ગણતરી દુનિયાના શાંત દેશોની સાથે સાથે સૌથી સુંદર દેશોમાં પણ કરવામાં આવે છે. આ યાદીમાં પાંચમા નંબરે આવે છે સિંગાપોર. સિંગાપોરમાં શાંત જીવન જીવી શકાય છે, પરંતુ અહીંયાના નિયમ અને કાયદા-કાનૂન ખૂબ જ કડક છે.
આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈસાબ આ બધામાં આપણા ભારતનું નામ ક્યાં છે? જરા ધીરા પડો એ વિશે પણ આપણે વાત કરીશું. પરંતુ એ પહેલાં શાંત દેશોમાં છઠ્ઠા નંબરે આવતા દેશની વાત તો કરી લઈએ.
સ્વિટર્ઝલેન્ડની ગણતરી દુનિયાના છઠ્ઠા નંબરના શાંત દેશ તરીકે કરવામાં આવે છે. જીપીઆઈ-2024ની ગણતરી અનુસાર દુનિયાના શાંત દેશમાં સાતમા નંબરે પોર્ટુગલ, આઠમા નંબરે ડેન્માર્ક, નવમા નંબરે સ્લોવેનિયા અને દસમા નંબરે મલયેશિયા આવે છે.
ભારતની વાત કરીએ જો ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-2024ની રેંકિંગમાં ભારતનો નંબર 116મો છે, જ્યારે પડોશી દેશ પાકિસ્તાનનો નંબર 140મો છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ભારત આ યાદીમાં 126મા રેન્ક પર હતો અને 2020માં 139મા નંબર પર હતો.