દુનિયાભરમાં મેડિકલ ઓક્સિજનની અછત, જાણો શું છે ભારતની સ્થિતિ…

ઓક્સિજન અને પાણી એ જીવવા માટેના ખૂબ મહત્ત્વના ઘટક છે. એ જ રીતે મેડિકલ ઓક્સિજન પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે અને એ વાતનો અંદાજો તો આપણને કોવિડ ટાઈમમાં થઈ ગયો. દુનિયાભરમા મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. પરંતુ એ એટલી માત્રામાં ઉપલબ્ધ નથી. આ જ કારણ છે કે આખા વર્ષમાં આશરે પાંચ અબજ લોકોને મેડિકલ ઓક્સિજન નથી મળતો. એકલા ભારતમાં જ 9 કરોડ દર્દીઓ માટે 5.68 લાખ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. આ ચોંકાવનારો ખુલાસો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે આખરે આ કમીને કઈ રીતે પૂરી કરી શકાય.
કોઈ પણ ઓપરેશન હોય કે ઈમર્જન્સી સિચ્યુએશન, અસ્થમા, ગંભીર ઈજા અને ડિલીવરી સમયે માતા અને શિશુની દેખભાલ સમયે મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે, પરંતુ એની અછત ચિંતા વધી રહી છે અને આ સમસ્યાથી સૌથી વધુ ગરીબ દેશો પીડાઈ રહ્યા છે. એક અનુમાન પ્રમાણે દુનિયાની બે તૃતિયાંશ વસ્તીને પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન નથી મળી રહ્યો. કોરોનોમાં થયેલાં મૃત્યુનું સૌથી મોટું કારણ ઓક્સિજનની અછત હતી.
સંશોધકોના જણાવ્યા અનુસાર મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત બોય એવા 82 ટકા દર્દીઓ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં રહે છે. જેમાં સર્જરી સમયે આ કોઈ ગંભીર મેડિકલ ઈમર્જન્સીમાં પણ જરૂર પડતાં ત્રણમાંથી કોઈ એક દર્દીને જ ઓક્સિજન મળી શકે છે. 70ટકા દર્દીઓ આ ઓક્સિજનથી વંચિત રહી જાય છે.
આ પણ વાંચો : જયપુરમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં લીકેજ: ટેન્કરનો વાલ્વ તૂટવાને કારણે સર્જાય દુર્ઘટના
2020-21 દરમિયાન જ્યારે કોરોના મહામારીની બીજી લહેર આવી હતી ત્યારે ઓક્સિજનની અછતને કારણે જ ઘણા લોકોના મૃત્યુ થયા હતા.નિષ્ણાતોને ચિંતા સતાવી રહી છે જો ભવિષ્યમાં આ પ્રકારની મહામારી પાછી આવી તો એને રોકવા માટે પહેલાંથી જ તૈયારીઓ કરવી પડશે.
પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજનના સપ્લાય બાબતે લેસેટ ગ્લોબલ હેલ્થ કમિશનનો આ રિપોર્ટ દુનિયાનો સૌથી પહેલો અનુમાન છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ ઓક્સિજનનું વિતરણ ખૂબ જ અસમાન રીતે કરવામાં આવે છે અને જેને કારણે તમામ દેશોએ એલર્ટ રહીને પહેલાંથી જ તૈયારી રહેવાની જરૂર છે.