મુંબઇ: શેરબજારમાં મંદીની આગેકૂચ વચ્ચે રિયલ્ટીની આગેવાનીમાં બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને બુધવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭. ૩૪ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે, જે પાછલા સત્રના આંકડા સાથે કુલ રૂ. ૧૩ લાખ કરોડ જેવો થાય છે. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૭૮,૬૭૫. ૧૮ બંધથી ૯૮૪. ૨૩ પોઈન્ટ્સ (૧. ૨૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૭. ૩૪ લાખ કરોડ ઘટીને રૂ. ૪૨૯. ૯૦ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૮,૪૯૫. ૫૩ ખૂલીને ઉપરમાં ૭૮,૬૯૦. ૦૨ અને નીચામાં ૭૭,૫૩૩. ૩૦ સુધી જઈને અંતે ૭૭,૬૯૦. ૯૫ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ત્રણ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૭ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૬૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૬૭૦ સ્ટોક્સ વધ્યા હતા, ૩,૨૯૯ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૮ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૪૭ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૭૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૨. ૫૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૩. ૦૮ ટકા ઘટ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૨. ૬૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૩. ૭૪ ટકા ઘટ્યો હતો. બધા સેક્ટરલ ઈન્ડાયસીસઘટ્યા હતા. બીએસઈ રિયલ્ટી ૩. ૨૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨. ૯૫ ટકા, કેપિટલ ગુડ્સ ૨. ૭૨ ટકા, મેટલ ૨. ૫૪ ટકા, સર્વિસીસ ૨. ૫૪ ટકા, કોમોડિટીઝ ૨. ૪૫ ટકા, પાવર ૨. ૨૯ ટકા, ઓટો ૨. ૨૬ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૨. ૧૬ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૨.
૦૪ ટકા, બેન્કેક્સ ૧. ૯૪ ટકા, યુટિલિટીઝ ૧. ૮૬ ટકા, એનર્જી ૧. ૭૯ ટકા, હેલ્થકેર ૧. ૭૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧. ૭૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧. ૨૮ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦. ૮૭ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦. ૭૫ ટકા, એફએમસીજી ૦. ૬૬ ટકા, ટેક ૦. ૫૫ ટકા અને ફોકસ્ડ આઈટી ૦. ૫ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એનટીપીસી ૦. ૨૧ ટકા, તાતા મોટર્સ ૦. ૧૮ ટકા અને ઈન્ફોસિસ ટેકનોલોજી ૦. ૦૨ ટકા વધ્યા હતા, જ્યારે તાતા સ્ટીલ ૩. ૪૦ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩. ૨૩ ટકા, અદાણી પોર્ટ્સ ૨. ૮૨ ટકા, સ્ટેટ બેન્ક ૨.
Also Read – ગ્રામ્ય વસતિનો મોટો હિસ્સો કૃષિ પ્રવૃત્તિથી અળગો, ખેતીવાડી પર માત્ર ૧૯ ટકા નભે છે!
૧૮ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨. ૧૭ ટકા, એચડીએફસી બેન્ક લ૨. ૧૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧. ૮૯ ટકા, કોટક બેન્ક ૧. ૮૭ ટકા, રિલાયન્સ ૧. ૬૪ ટકા, બજાજ ફિનસર્વ ૧. ૬૦ ટકા, એક્સિસ બેન્ક ૧. ૫૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧. ૩૧ ટકા અને લાર્સન ૧. ૮૯ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૮૪. ૨૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૧૨ સોદામાં ૧,૦૭૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૯,૬૫,૧૪૨ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧૨,૫૯,૪૦૦. ૧૧ કરોડનું રહ્યું હતું.