નેશનલસ્પેશિયલ ફિચર્સ

બાળકોને મોબાઈલ આપો છો? કેરળની આ ઘટના તમારી આંખો ખોલી નાખશે…

પહેલાં આપણી ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી રોટી, કપડાં ઔર મકાન… પણ હવે તેમાં ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ છે મોબાઈલ ફોન. આ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જ તે જોખમી પણ છે અને કેરળની આ ઘટના પરથી એ વાત સ્પષ્ટ થઈ જશે. અહીં મોબાઈલના વ્યસનમાં ડૂબી ગયેલાં એક યુવકે પોતાની માતાની હત્યા કરી નાખી હતી.

કેરળના કન્નૂર જિલ્લામાં આવેલા કનિચિરા ગામમાં રહેતાં 63 વર્ષીય રૂક્મિણી ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ પહોંચી હતી. એક અઠવાડિયાથી રૂક્મિણીની સારવાર ચાલી રહી હતી પણ આખરે આજે રૂક્મિણી જીવન સામેની લડાઈ હારી ગઈ હતી અને મૃત્યુ પામી હતી. રૂક્મિણીની મૃત્યુનું કારણ તેને થયેલી ગંભીર ઈજા નહીં પણ દીકરાનું મોબાઈલનું વ્યસન હતું.

વાત જાણે એમ છે કે રૂક્મિણીનો દીકરો સુજિત મોબાઈલ ફોનના વ્યસન ગળાડૂબ હતો. આ વ્યસનને કારણે જ રૂક્મિણી અને સુજિત વચ્ચે બોલાચાલી થતી હતી. એક દિવસ રૂક્મિણીએ સુજિતને મોબાઈલ ફોન પર ગેમ રમતા રોક્યો હતો અને સુજિતને એ વાતનો એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે તેણે તેની માતાના મારવાનું શરૂ કરી દીધું હતું અને જોર જોરથી તેનું માથું દીવાલોમાં પછાડ્યું હતું. જેને કારણે રૂક્મિણીને ગંભીર ઈજાઓ થઈ. પડોશીઓ રૂક્મિણીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને સારવારા આપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસે સુજિતને તાબામાં લીધો હતો અને પોલીસ તપાસમાં સુજિતે માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સુજિતે માતાએ મોબાઈલ પર ગેમ રમતો અટકાવતા તેની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીની માનસિક સ્થિતિ ઠીક ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થોડાક મહિનાઓ પહેલાં જ સુજિતને કોઝિકોડ ખાતેના કુથિરાવટ્ટમ ખાતે આવેલી સરકારી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસે વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button