ગુજરાતની શાળામાં હવે ગીતા ભણાવાશે | મુંબઈ સમાચાર
નેશનલ

ગુજરાતની શાળામાં હવે ગીતા ભણાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ગીતા જયંતીના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. જેના માટેનો અભ્યાસક્રમ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો.

રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર ગીતા જયંતી પર ગીતાના સંસ્કૃત શ્ર્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર
પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મળેલા વારસો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગીતા જંયતીના અવસરે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે. શ્રીમદ્ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ ૬થી૮માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દૃઢ કરવાનો ઉદેશ છે. બાળકના સવાર્ંગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક ૨૦૨૪ નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button