રામ નહિ પણ રાવણ જેવો લાઇફપાર્ટનર જોઇએ.. યુવતીનો આ વીડિયો જોઇને માથું ચકરાઇ જશે
સોશિયલ મીડિયા પર જાતજાતના વીડિયો વાઇરલ થઇ જતા હોય છે. લોકો તેના પર અવનવી પ્રતિક્રિયાઓ પણ આપે છે. ખાસ કરીને આજની પેઢી સંબંધોના મુદ્દે જે વિચારે છે તેને લગતા અનેક વીડિયો લોકો ખાસ જોતા હોય છે. હાલમાં જ એક યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેના લાઇફ પાર્ટનર અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે તેને રામ નહિ પરંતુ રાવણ જેવો લાઇફ પાર્ટનર ગમશે. યુવતીએ જે વીડિયોમાં કહ્યું છે તેને જોઇને તમને પણ થશે કે આ પેઢીનું શું થશે!
રાવણ જેવો લાઇફ પાર્ટનર કેમ જોઇએ છે તેના વિશે જણાવતા યુવતીએ કહ્યું હતું કે “રાવણે સીતાજીને પ્રેમ કર્યો હતો, આજના યુગમાં આવા ડોમિનેટિંગ (ધાક જમાવનારા) પુરુષો હોવા જોઇએ. રાવણે સીતાજીનું અપહરણ કર્યું હતું પરંતુ તેણે તેમની મરજી વિરુદ્ધ તેમને સ્પર્શ કર્યો ન હતો. ન તો કોઇ ગેરવર્તન તેમની સાથે કર્યું, એટલે હું ઇચ્છીશ કે મારો પાર્ટનર રાવણ જેવો હોય.” તેમ આ યુવતીએ જણાવ્યું હતું.
યુઝર્સ સોશિયલ મીડિયાના આ વાઇરલ વીડિયો પર અલગ અલગ પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું, “આવી માનસિકતાને લીધે જ છોકરીઓ ફ્રીજ અને સૂટકેસમાં જોવા મળી રહી છે.” અન્ય એક યુઝરે કહ્યું, “આ યુવતી ખોટા સમયમાં જન્મી છે.” અન્ય એકે કહ્યું, “કદાચ તેને મંદોદરી બનવું હશે.” તો કેટલાકે તેની ટીકા કરતા કહ્યું હતું કે છોકરીઓમાં ભણતર નહિ હોય તો ચાલશે પણ તેમને ધર્મોનું જ્ઞાન આપો કે જેથી ક્યારેક જાહેરમાં આવો બફાટ ન કરે.