નેશનલ

કોંગ્રેસના જી રામ જી યોજનાનો વિરોધ મુદ્દે ગિરીરાજસિંહે ટીકા કરી,કહ્યું કોંગ્રેસને ભગવાન રામના નામથી વાંધો…

બેગુસરાય : કોંગ્રેસે મનરેગાના સ્થાને અમલમાં મુકેલી વીબી-જી રામ જી યોજનાનો દેશવ્યાપી વિરોધ કરવાની જાહેરાત કરી છે. જેની કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે આકરી ટીકા કરી છે. તેમજ કહ્યું છે કે કોંગ્રેસને યોજનામાં ભગવાન રામનું નામ સામેલ કરવા પર વાંધો છે. કેન્દ્રીય મંત્રીએ તેમના લોકસભા મતવિસ્તાર બેગુસરાયમાં જણાવ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ વિકાસિત ભારત-ગેરંટીડ એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન જી રામજી યોજનાનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ યોજના ભગવાન રામના નામ સાથે જોડાયેલી છે.

કોંગ્રેસને ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણની કોઈ ચિંતા નથી

કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસને રોજગાર કે સમાજના ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણની કોઈ ચિંતા નથી. તેમને ફક્ત ભગવાન રામના નામથી જ સમસ્યા છે. સિંહે કહ્યું કે જી રામ જી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ રોજગાર દિવસો 100 થી વધારીને 125 કરવાનો છે. ગિરિરાજ સિંહે યુપીએના શાસનમાં કોંગ્રેસે ક્યારેય રોજગારની દિવસો વધારવાનો વિચાર નથી કર્યો.

એનડીએએ રાજ્યોને રૂપિયા 8.5 લાખ કરોડ આપ્યા

ગિરિરાજ સિંહે દાવો કર્યો હતો કે,યુપીએ શાસન દરમિયાન, કેન્દ્ર સરકારે 10 વર્ષમાં રાજ્યોને માત્ર રૂપિયા 2.13 લાખ કરોડ આપ્યા હતા, જ્યારે એનડીએ સરકારે 2014 થી રાજ્યોને રૂપિયા 8.5 લાખ કરોડ આપ્યા છે.તેમણે કહ્યું કે લોકો કોંગ્રેસ પાર્ટીનો સાચો ચહેરો જાણે છે અને તેથી જ તેઓ દરેક જગ્યાએ ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરી રહ્યા છે.

કોંગ્રેસ 08 જાન્યુઆરીથી જી રામ જી કાયદાનો વિરોધ કરશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે મનરેગા યોજના અંગે ઉભો થયેલા વિવાદને કોંગ્રેસ આંદોલનનું સ્વરૂપ આપશે. આ અંગે કોંગ્રેસ 08 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે વીબી -જી- રામજી કાયદો ગ્રામીણ રોજગાર ગેરંટીને સમાપ્ત કરી રહ્યો છે. જેને કોંગ્રેસ કોઈપણ કિંમતે સ્વીકારશે નહીં. કોંગ્રેસે આ કાયદાને ગરીબ વિરોધી અને શ્રમ વિરોધી ગણાવ્યો છે.

આ પણ વાંચો…VB G RAM G મામલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે તૈયાર કરી મજબૂત રણનીતિ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button