ટોપ ન્યૂઝનેશનલ

વિપક્ષી ગઠબંધનમાં ડખા : મમતા બેનર્જીએ કહ્યું અમે ઈન્ડિયા ગઠબંધનને માત્ર બહારથી જ સમર્થન કરીશું !

કોલકાતા : (mamata banerjee announced support india bloc from outside) લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષી ગઠબંધનના ડખા સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. હજી તો દેશના ઘણા રાજ્યોમાં મતદાન બાકી છે તેની પહેલા જ ટીએમસી નેતા મમતા બેનર્જીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઈન્ડિયા ગઠબંધનનું બહારથી જ સમર્થન કરશું.

Also Read: CAA અન્વયે 14 લોકોને મળ્યું ભારતનું નાગરિકત્વ, વિદેશ મંત્રાલયે આપ્યા સર્ટિફિકેટ

ટીએમસી નેતા મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે “મારી પાર્ટી કેદ્રમાં ઇન્ડિયા ગઠબંધનને બહારથી જ ટેકો આપશે. કેન્દ્રમાં ભાજપની સરકાર બહાર થાય બાદ હું ઈન્ડિયા ગઠબંધનને કહીશ કે તે સીએએ, એનઆરસી અને યુસીસીને રદ્દ કરવાનું કહીશ. તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને રદ્દ કરવાના સોગંધ લીધી છે તો વળી તેને કહ્યું હતું કે NRC અને UCCનાં અમલીકરણને તાત્કાલિક રોકી દેવામાં આવશે.

મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધનને બહારથી જ આપવાના ટેકાનું કારણ જણાવતા કહ્યું હતું કે બંગાળની પ્રજાને મુશ્કેલી ન આવે. તેને ભાજપનાં 400 પારના નારા પર કહ્યું હતું કે દેશની જનતા આવું ક્યારેય નહિ થવા દે કારણ કે દેશની જનતાને પણ જાણ થઇ ગઈ છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે.

Also Read: ઉત્તર-મુંબઈ ભાજપના ઉમેદવારે યુસીસી અંગે કહી મોટી વાત, અમારી સરકાર આવી તો…

મમતા બેનર્જીની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં બંગાળમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. આમ તો કોંગ્રેસનાં નેતાઓ મમતા બેનર્જી પર નીશાન સાધતા જ રહેતા હતા. મમતા બેનર્જીએ આરોપો લગાવ્યા હતા કે, “હાલમાં જ હાઇકોર્ટ દ્વારા 25 હજાર શિક્ષકો અને અન્ય સ્ટાફની ભરતી રદ્દ કરવામાં આવી તે ભાજપ-કોંગ્રેસ-સીપીઆઈ(એમ) ના ષડયંત્રનું જ પરિણામ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button