બીજા તબક્કામાં પ્રવેશેલું ગાઝા યુદ્ધ `લાંબું અને મુશ્કેલ’ હશે: નેતાન્યાહુ
જેસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ શનિવારે રાત્રે રાષ્ટ્રને જણાવ્યું હતું કે સૈન્યએ ગાઝામાં ભૂમિ દળો મોકલીને અને જમીન, હવા અને સમુદ્રથી હુમલાઓ વધારીને હમાસ સામેના યુદ્ધમાં “બીજો તબક્કો” ખોલ્યો છે. તેમણે કહ્યું કે તે પ્રદેશમાં વ્યાપક જમીન આક્રમણ વધારશે . “તે લાંબું અને મુશ્કેલ હશે, પણ આપણે તૈયાર છીએ.”
ગાઝામાં મોટાભાગના સંદેશાવ્યવહારને ભારે નુકસાન થયું છે અને 2.3 મિલિયન લોકો વિશ્વથી કપાઈ ગયા છે. ઇઝરાયલી સૈન્યએ શનિવારે જાહેર કરેલી તસવીરોમાં ગાઝાના ખુલ્લા વિસ્તારોમાં ટેન્ક ધીમે ધીમે આગળ વધતા દેખાઈ રહ્યા છે. યુદ્ધ વિમાનોએ ડઝનેક હમાસ ટનલ અને ભૂગર્ભ બંકરો પર બોમ્બમારો કર્યો હતો. ત્રણ અઠવાડિયાં પહેલાં ઇઝરાયલ પર થયેલા લોહિયાળ આક્રમણ બાદ હમાસને કચડી નાખવાના ઇઝરાયેલના અભિયાનમાં ભૂગર્ભ સાઇટ્સ મુખ્ય છે. સાતમી ઑક્ટોબરના
હમાસના હુમલામાં પકડાયેલા ડઝનબંધ બંધકોને ભૂગર્ભમાં રાખવામાં આવ્યા હોવાની ચિંતા વચ્ચે ઇઝરાયલની સરકાર પર તેમને છોડાવવા માટે વધુ સ્થાનિક દબાણ લાવવામાં આવ્યું હતું . નિરાશ પરિવારના સભ્યો શનિવારે નેતન્યાહુને મળ્યા હતા અને ઇઝરાયલમાં રાખવામાં આવેલા પેલેસ્ટિનિયન કેદીઓના વિનિમય માટે સમર્થન વ્યક્ત કર્યું હતું, જે હમાસના પ્રવક્તા દ્વારા શ કરવામાં આવ્યું હતું.
નેતન્યાહુએ રાષ્ટ્રીય ટેલિવિઝન ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ તમામ બંધકોને પરત લાવવા માટે કટિબદ્ધ છે, અને કહ્યું હતું કે વિસ્તરી રહેલું ગ્રાઉન્ડ ઓપરેશન “આ મિશનમાં અમને મદદ કરશે.”તેમણે કહ્યું કે તે પ્રયત્નોની સંવેદનશીલતા અને ગુપ્તતાને કારણે જે કંઈ થઈ રહ્યું છે તે બધું જાહેર કરી શકે એમ નથી.
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવાર સુધીમાં ગાઝામાં પેલેસ્ટિનિયન મૃત્યુઆંક વધીને 7,700 લોકો પર પહોંચી ગયો છે, જેમાં શુક્રવારના અંતથી 377 લોકોના મોત થયા છે અને માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને સગીરો છે. મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે સંદેશાવ્યવહારના વિક્ષેપથી આરોગ્ય નેટવર્ક “સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત” થઈ ગયું છે. રહેવાસીઓ પાસે એમ્બ્યુલન્સને કોલ કરવાનો કોઈ રસ્તો નહોતો, અને કટોકટી ટીમો જરૂરિયાતમંદ લોકોને શોધવા માટે આર્ટિલરી બેરેજ અને હવાઈ હુમલાના અવાજોનો સહારો લઇ રહી હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અંદાજિત 1,700 લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
ઇઝરાયલના કહેવા મુજબ હમાસના લડવૈયાઓ રહેણાંક વિસ્તારોની વચ્ચે રહીને યુદ્ધ ખેલતા હોવાથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે.