ગાઝાનાં નગરોમાં ભારે તોપમારો કરાયો
ખાન યુનિસ (ગાઝા પટ્ટી): ઇઝરાયલે મંગળવારે વહેલી સવારે જ્યાં નાગરિકોને આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો એ ગાઝામાં દક્ષિણનાં નગરો ખાન યુનિસ અને રફાહ નજીક તીવ્ર બોમ્બમારો થયાંની જાણ પેલેસ્ટિનિયનોએ કરી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર ખાન યુનિસના પશ્ર્ચિમ અને દક્ષિણપૂર્વમાં અને રફાહના પશ્ર્ચિમમાં ઇઝરાયલે બોમ્બમારો કર્યો હતો. જોકે, હતાહતની વિગતો તાત્કાલિક જાણવા મળી નહતી.
આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓએ વિદેશી પાસપોર્ટ ધરાવતા શરણાર્થીઓને સહાયની મંજૂરી આપવા માટે દબાણ કર્યું હોવાથી ગાઝામાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા હજારો લોકો રફાહમાં એકઠા થયા છે, જયા ઇજિપ્ત સુધી જવાનો
એકમાત્ર સરહદ ક્રોસિંગ છે.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તે ગાઝાના ઉત્તરમાં હમાસ સામેના મોટા અભિયાન પહેલા નાગરિકોને તેમની સલામતી માટે કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં આતંકવાદીઓ પાસે ટનલ અને રોકેટ લોન્ચર્સનું વ્યાપક નેટવર્ક છે. હમાસનું મોટાભાગનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેણાંક વિસ્તારોમાં છે.
સ્વયં સેવકોએ ચેતવણી આપી હતી કે ઇઝરાયલી ઘેરાબંધીને કારણે ગાઝામાં જીવન સંપૂર્ણ પતનની નજીક છે, હજારો લોકો આશ્રયની શોધમાં ભટકી રહ્યા છે. પાણીનો પુરવઠો સતત ઘટી રહ્યો છે અને હોસ્પિટલોમાં વીજળી સતત ઘટી રહી છે.