નેશનલશેર બજાર

શેરબજારની સુનામીએ છીનવ્યો ગૌતમ અદાણીનો તાજ, હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા

મંગળવારે લોકસભાની ચૂંટણી પરિણામો આવી ગયા અને શેરબજારમાં ભયંકર સુનામી જોવા મળી. શેરબજારનું ભારે ધોવાણ થયું. દરમિયાન, શેરબજારના રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા હતા, ત્યારે પીઢ ભારતીય અબજોપતિઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ગૌતમ અદાણીથી લઈને મુકેશ અંબાણી સુધીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો જો કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું અને તેમને બેવડો ફટકો પડ્યો છે. એક તરફ, બજારમાં ઘટાડાને કારણે, તેણે 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું, તો બીજી તરફ, તેમની નેટવર્થમાં ઘટાડાને કારણે, તેણે એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ પણ ગુમાવ્યો છે.

મંગળવારે જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા ત્યારે શેરબજાર ઘટાડાનો નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું. બપોરના 12 વાગ્યાની આસપાસ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 1900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સમાં લગભગ 2000 પોઈન્ટ્સ અને નિફ્ટી 50માં લગભગ 700 પોઈન્ટ્સની રિકવરી થઈ હતી. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડાથી અબજોપતિ ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની નેટવર્થમાં એક જ દિવસમાં 24.9 અબજ ડોલર અથવા રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણીની નેટવર્થ 100 બિલિયન ડૉલરથી નીચે ઘટીને 97.5 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

Read This…Stock Market Election Result: 15મિનિટમાં 9 લાખ કરોડનું ધોવાણ, Sensex 2800 સુધીનો ધબડકો

નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે ટોચના અબજોપતિઓની યાદીમાં તેમના સ્થાન પર પ્રતિકૂળ અસર પડી હતી. તાજેતરમાં જ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા અને 111 અબજ ડોલરની સંપત્તિ સાથે 11માં સ્થાને પહોંચ્યા હતા અને આ સાથે, તેઓએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો તાજ પહેર્યો હતો, પરંતુ મંગલવારે અમીરોની યાદીમાં તેઓ 15મા સ્થાને સરકી ગયા છે. આ સાથે ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ મુકેશ અંબાણી પાસે પહોંચી ગયો છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીને પણ છેલ્લા ટ્રેડિંગ દિવસે 8.99 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે, પરંતુ તેમ છતાં તેઓ 106 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે.

મંગળવારના ટ્રેડિંગમાં ગૌતમ અદાણીની દરેક કંપનીના શેરોમાં ધોવાણ થયું હતું. બપોરના 12 વાગ્યા સુધી અદાણી પોર્ટ્સ 23%, અદાણી એન્ટરપ્રાઈઝ 20%, અંબુજા સિમેન્ટ 20%, NDTVના શેર 20%, અદાણી પાવરના શેર 18%, અદાણી ગ્રીન એનર્જીના શેર 18%, અદાણી ટોટલ ગેસના શેર 16% નો ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા.

ગૌતમ અદાણી માટે વર્ષ 2023 ઘણું ખરાબ સાબિત થયું હતું. જાન્યુઆરી, 2023માં જ્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર તેનો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો, ત્યારે અદાણીના શેરમાં આવેલી સુનામીને કારણે, તેઓ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાંથી બહાર થઈ ગયા હતા અને પછી થોડી જ સમયમાં તેઓ ટોપ-30થી નીચે સરકી ગયા હતા. આ પછી, આ મહિનાની 1 જૂને, લગભગ 16 મહિના પછી, તેઓ ફરીથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, પરંતુ માત્ર 4 દિવસમાં જ આ તાજ તેમની પાસેથી છીનવાઇ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker