આપણું ગુજરાતનેશનલ

“ગરવી ગુજરાત ભવન” થી ગર્વીલું ગુજરાત : GRIHAએ કર્યું ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનીક ગરવી ગુજરાત ભવનને (Garvi Gujarat Bhavan) સંકલિત આવાસ માટે ગ્રેન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ ઍસેસમેન્ટ GRIHA દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપીને સન્માન કરવામાં આવ્યું છે. ગ્રીહાને ઇમારતોના માધ્યમથી ઉત્સર્જન ઘટાડવાના મૂલ્યાંકન કરવાં માટેના એક મહત્વપૂર્ણ ઉપકરણના રૂપમાં માન્યતા મળેલી છે.

આ રેટિંગ સિસ્ટમ, Nationally Determined Contributions”માં ઉલ્લેખિત જળવાયુ પરિવર્તનના ઉકેલ માટેની ભારતની મિટ્ટીગેશન સ્ટ્રેટેજીના રૂપમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે.

Proud Gujarat with "Garvi Gujarat Bhawan": GRIHA honored with Green Building Award

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019 માં ગરવી ગુજરાત ભવન ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ગરવી ગુજરાત ભવને ગ્રીન બિલ્ડીંગ બનવા માટેની જરૂરી તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સૌર પેનલ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન, સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી પર્યાવરણ અનુકૂળ પ્રણાલીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે બપોરના બે વાગ્યા સુધીમાં 25 તાલુકામાં ધીમી ધારે વરસાદઃ ખેડૂતોમાં ઉચાટ

આશરે 200 વર્ગ ફૂટમાં ફેલાયેલા ગરવી ગુજરાત ભવનના ઉદ્ઘાટનના પાંચ વર્ષ બાદ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું રહ્યું છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker