નેશનલ

ગરબાને યુનેસ્કોમાં સાંસ્કૃતિક વારસાનું સ્થાન મળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતીઓની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. ગરવા ગુજરાતના ગરવા ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા મુખ્યપ્રધાનથી લઇને પ્રત્યેક ગુજરાતી દ્વારા ગર્વની લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. યુનેસ્કોએ ગરબાને સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપતા બુધવારે અંબાજી અને પાવાગઢમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના ગરબા વિશે યુનેસ્કોએ લખ્યું છે કે ગરબા એ એક એવું ધાર્મિક અને આધ્યાત્મિક નૃત્ય છે, જે હિન્દુઓના તહેવાર નવરાત્રી દરમિયાન રજૂ કરવામાં આવે છે. જે મા આદ્યશક્તિને સમર્પિત છે. દીવડાઓ પ્રગટાવીને કે મા અંબાની છબી રાખીને આ નૃત્ય કરવામાં આવે છે. જેમાં ભાવિકો રાઉન્ડમાં ગરબા રમે છે. સંગીતના તાલ સાથે તાળીઓના નાદથી ગરબા રમવામાં આવે છે. પ્રારંભમા ગરબાની ઝડપ ધીમી હોય છે અને બાદમાં જોશ
અને ઉત્સાહમાં પરિવર્તિત થઇ જાય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્ર્વફલક પર ઉજાગર કરશે.

કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ પણ ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છેકે ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું એ રાષ્ટ્રીય ગૌરવસમી ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારત ૧૫મું આઇ.સી.એચ. ઘટક છે. ગરબાને ઉજવણી, ભક્તિ અને સામાજીક સમરસતાનું પ્રતીક પણ માનવામાં આવે છે અને હવે તેને ભૌગોલિક સીમાઓ ઓળંગી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button