Ganpati Bappaને પ્રિય છે આ ત્રણ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કોઈ પણ સારું કામ કરતાં કે નવું કામ શરૂ કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગણેશજીની કૃપા જે પણ વ્યક્તિ પર વરસે છે એ વ્યક્તિને જીવનમાં ખૂબ જ સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક દેવી-દેવતાઓની પ્રિય રાશિની માહિતી આપવામાં આવી છે. થોડાક દિવસ પહેલાં જ આપણે ભગવાન રામની પ્રિય રાશિ વિશે વાત કરી હતી, આજે હવે આપણે અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રિય રાશિઓ વિશે વાત કરીશું. ગણેશજીની પ્રિય રાશિઓ પર હંમેશા ગણેશજીની કૃપા વરસે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગણેશજીની ત્રણ પ્રિય રાશીઓ છે, આવો જોઈએ કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કે જે ગણેશજીને પ્રિય છે…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મિથુન રાશિના જાતકો પર ગણેશજીની વિશેષ કૃપા જોવા મળે છે. મિથુન રાશિના લોકોને ગણેશજીની કૃપાથી કરિયરમાં સફળતા મળે છે અને તેમની ઈચ્છાઓ પૂરી થાય છે.

આગળ વધીએ અને વાત કરીએ બાપ્પાની બીજી મનપસંદ રાશિ વિશે. આ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશની વિશેષ કૃપાદ્રષ્ટિ જોવા મળે છે. મેષ રાશિના લોકો પણ આ જ કારણે એકદમ બુદ્ધિમાન હોય છે.

મકર રાશિના લોકો પર પણ ગણેશજીની વિશેષ મહેર જોવા મલે છે. આ રાશિના લોકો જે પણ કામ કરવાનું વિચારે છે એ કામ કરીને જ જંપે છે અને તેમાં તેમને બાપ્પાનો સાથ પણ મળે છે.

ગણેશજીની કૃપા મેળવવા કરો
ઉપર જણાવવામાં આવેલી ત્રણેય રાશિના જાતકોએ ગણેશજીની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ, કારણ કે બુધવારનો દિવસ ગણપતિ બાપ્પાને સમર્પિત છે.