નેશનલ

અહોભાગ્યઃ પ્રયાગરાજમાં બનેલી આ ઘટના આપી રહી છે શુભસંકેત, વર્ષ જશે સારું

પ્રયાગરાજઃ વરસાદમાં નદીમાં ઊભારો આવે એટલે સ્વાભાવિક આસપાસ રહેનારાના શ્વાસ અધ્ધર થઈ જાય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોકો ગંગા નદીના આ ઉછાળાની રાહ જુએ છે. તેનું કારણ આ સ્થાન સાથે જોડાયેલી એક માન્યતા છે. એવું કહેવાય છે કે જે વર્ષમાં ગંગા નદીનું પાણી શ્રી મોટા હનુમાન મંદિરમાં પ્રવેશ કરે છે તે વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધવારે ગંગા નદીનું પાણી મંદિરમાં પ્રવેશ્યું. માતા ગંગાએ હનુમાનજીને સ્નાન કરાવ્યું હતું. આ જોઈને ભક્તો ઉત્સાહમાં નાચી ઉઠ્યા હતા.

માતા ગંગાએ પ્રયાગરાજના હનુમાન મંદિરમાં પ્રવેશ કર્યો
એવું માનવામાં આવે છે કે જે વર્ષે ગંગાજી હનુમાનજીને સ્નાન કરાવે છે તે વર્ષમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રયાગરાજ એ પહેલું શહેર છે જ્યાં લોકો પૂરની રાહ જુએ છે જેથી ગંગાજી હનુમાનજીના મંદિરમાં પ્રવેશે. માતા ગંગાનું જળ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અહીં માતા ગંગાની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને આરતી કરતી વખતે માતા ગંગાના મંત્રો ગુંજવા લાગ્યા હતા.

પાણીમાં ડૂબેલા ભગવાન હનુમાનનું મંદિર
આ ખાસ દ્રશ્ય જોવા માટે હજારો ભક્તો મંદિરે પહોંચ્યા હતા. દર વર્ષે ગંગા આ મંદિરમાં પહોંચે છે. મંદિરમાં ગંગાનું પાણી પ્રવેશતાની સાથે જ મંદિર ગંગા જળથી ભરાઈ ગયું. હવે શ્રી રામ જાનકી મંદિરમાં બડે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને ત્યાં તેમની પૂજા કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button