નેશનલ

ગંગા આરતીના સમયમાં કરાયો ફેરફાર

32 વર્ષમાં ચોથી વાર તૂટશે પ્રાચીન પરંપરા

વારાણસીઃ કાશીમાં ગંગા નદીના કિનારે સાંજે કરવામાં આવતી માતા ગંગાની આરતી ઘણી લોકપ્રિયછે. દેશવિદેશથી લોકો ખાસ આ આરતીમાં ભાગ લેવા માટે અહીં પધારતા હોય છે. હવે આ ગંગા આરતી વિશે ખાસ સમાચાર આવ્યા છે. કાશીમાં વિશ્વ પ્રસિદ્ધ માતા ગંગા આરતીની પરંપરામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર 32 વર્ષમાં ચોથી વખત થશે. હવે બપોરે ગંગા આરતી થશે. શનિવારે ચંદ્રગ્રહણ હોવાના કારણે મા ગંગાની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણને કારણે 28 ઓક્ટોબરે બપોરે 2:30 થી 3:30 સુધી ગંગા આરતી કરવામાં આવશે.

14 ઑક્ટોબર શનિવારના સર્વ પિતૃઅમાવસ્યાના રોજ સૂર્યગ્રહણ થયું હતું. હવે તેના બરાબર 15 દિવસ બાદ 28 ઑક્ટોબરે ચંદ્રગ્રહણ થવાનું છે. શનિવારે મધ્યરાત્રિએ 1.05 કલાકે ચંદ્રગ્રહણ શરૂ થશે અને 2.24 કલાકે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, તેથી તેનો સુતક કાળ લાગશે. સુતક કાળમાં આરતી, પૂજા કરવાની મનાઇ હોય છે. તેથી આવતીકાલે (શનિવારે) ચંદ્રગ્રહણના કારણે ગંગા આરતી બપોરે 2:30 વાગ્યે શરૂ થશે અને 3:30 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણના કારણે કાશીમાં માતા ગંગાની આરતીની પ્રાચીન પરંપરા 32 વર્ષમાં ચોથી વખત તૂટી જશે. અગાઉ, 16 જુલાઈ, 2019 ના રોજ, ચંદ્રગ્રહણને કારણે બપોરે ગંગા આરતી કરવામાં આવી હતી.


ગંગા સેવા નિધિના ખજાનચી આશિષ તિવારીના જણાવ્યા અનુસાર ગ્રહણના સમયગાળા દરમિયાન તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. સુતક કાળ પહેલા બધું જ થાય છે, તેથી આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જે બપોરે 2.30 થી 3:30 સુધીનો રહેશે.


ગંગા સેવા નિધિ દ્વારા આયોજિત વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટની ગંગા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગંગા સેવા નિધિ વતી માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે 28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, તેથી મોડી સાંજે થનારી ગંગા આરતી સુતક સમય પહેલા પૂર્ણ થઈ જશે.


ચંદ્રગ્રહણના દિવસે બપોરે 2.30 વાગ્યાથી ગંગા આરતી શરૂ થશે. આ પહેલા પણ ચંદ્રગ્રહણને કારણે ગંગા આરતીનો સમય ત્રણ વખત બદલાઈ ચૂક્યો છે. ચંદ્રગ્રહણ દરમિયાન વિવિધ સ્થળોએ ઋષિ-મુનિઓ અને ધર્મગુરુઓ દ્વારા સ્તોત્રો અને મંત્રોના પાઠ સાથે ભાગવત ભજન કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button