નેશનલ

ગાંધીનું સામાજિક એકતા અને સમાનતાનું વિઝન પ્રગતિનો માર્ગ: રાષ્ટ્રપતિ મુર્મૂ

બિહારના મોતીહારિમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિ.ના પ્રથમ દિક્ષાંત સમારોહમાં સંબોધન

મોતિહારી: એક સદી પહેલા મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું.

મૂર્મુએ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં તેમના સંબોધનમાં આ ટીપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ તેમના ૧૫ મિનિટથી પણ ઓછા ભાષણનો નોંધપાત્ર ભાગ ચંપારણ સત્યાગ્રહને સમર્પિત કર્યો હતો. તેઓએ ભાષણમાં કહ્યું કે, ચંપારણ સત્યાગ્રહ દરમિયાન લોકોએ જાતિના અવરોધો ખાસ કરીને ખોરાક સંદર્ભે છોડી દીધા હતા. તેઓ સાથે રાંધતા અને સાથે જમતા હતા. આ સામાજિક સમાનતા અને એકતા, જે ગાંધીજીએ ૧૦૬ વર્ષ પહેલા શરૂ કરી હતી, જેણે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને ઝૂકવા માટે મજબૂર કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સહિત અન્ય લોકોની હાજરીમાં આ વાત કરી હતી.

મૂર્મુ અનુસૂચિત જનજાતિમાંથી ટોચના બંધારણીય પદ માટે ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ છે. તેમણે એમ પણ કહ્યું કે, ગાંધીજી જનજાતિ પર કેન્દ્રિત શૈક્ષણિક કાર્યને પ્રોત્સાહિત કરતા હતા. તેણીએ એમ પણ કહ્યું કે, મને એ જાણીને આનંદ થાય છે કે આ યુનિવર્સિટીના વિવિધ પ્રવાહોમાં અવ્વલ ક્રમે વિદ્યાર્થીનીઓનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. જ્યારે યુવતીઓ આત્મવિશ્ર્વાસ સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ જોવા મળે છે ત્યારે મને દેશનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. ગાંધીજી પણ ક્ધયા કેળવણીના મોટા હિમાયતી હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત