નેશનલ

રૂ.1900 કરોડના રસ્તા માટે રૂ.8000 કરોડનો ટોલ શા માટે લીધો? ગડકરીએ કહ્યું કે…..

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીને ઘણી વાર ટોલ વસૂલાત અને રસ્તાની ગુણવત્તા પર જાહેર પ્રશ્નોનો સામનો કરવો પડે છે. દરમિયાન સોમવારે નીતિન ગડકરીએ વધુ ટોલ વસૂલાતની ફરિયાદોનો જવાબ આપ્યો છે. ટોલ વસૂલાતને લઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મક્કમ વલણ અપનાવ્યું હતું. તાજેતરમાં નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું હતું કે જો રોડ બનાવવા માટે 1,900 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, તો તે જ રસ્તા પર ચાલતા વાહનો માટે વાહનચાલકો પાસેથી 8,000 કરોડ રૂપિયાનો ટોલ કેમ વસૂલવામાં આવ્યો? આ અંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ”ટોલ વસૂલાત એક દિવસમાં નથી થતી. આ ઉપરાંત રસ્તાઓ પર થતા અન્ય ઘણા ખર્ચાઓ છે.” આ પ્રસંગે ગડકરીએ એક ઉદાહરણ પણ આપ્યું હતું.

નીતિન ગડકરીએ કહ્યું , ”જ્યારે તમે રોકડથી ઘર અથવા કાર ખરીદો છો, ત્યારે કારની કિંમત 2.5 લાખ રૂપિયા છે. પરંતુ જો તમે તે જ કાર લોન લઈને ખરીદો છો અને 10 વર્ષમાં લોનની ચુકવણી કરો છો, તો તમારે તે કાર માટે 5.5 થી 6 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તમારે આ કાર માટે માસિક હપ્તામાં વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે”

આ પણ વાંચો :‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

દિલ્હી-જયપુર હાઈવે એટલે કે NH-8 સૌથી વધુ ટોલ વસૂલે છે. આ માટે સરકારની ટીકા પણ થઇ રહી છે. આ અંગે ગડકરીએ કહ્યું હતું કે, યુપીએ સરકારે 2009માં આ રોડનું નિર્માણ શરૂ કર્યું હતું. આમાં નવ બેંકો સામેલ હતી. પરંતુ આ રોડ બનાવતી વખતે ઘણી મુશ્કેલીઓ પડી હતી. કેટલીક બેંકોએ કોર્ટમાં સીધો કેસ દાખલ કર્યો હતો. પછી નવા કોન્ટ્રાક્ટરો આવ્યા. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. રોડની બંને બાજુએ અતિક્રમણ હતું, તેને હટાવવું પડ્યું હતું. આ રોડને સિક્સ લેન બનાવવા માટે ઘણા અતિક્રમણ દૂર કરવા પડ્યા, જેના માટે સરકારે અલગથી પ્રયાસો કરવા પડ્યા. વરસાદને કારણે પણ રોડના બાંધકામમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ હતી, અમારે તે સમસ્યાઓનો ઉકેલ લાવવો પડ્યો હતો, અને તેના માટે પૈસા પણ ખર્ચવા પડ્યા હતા.”

તાજેતરમાં જ એક RTI કાર્યકર્તાને RTI દ્વારા માહિતી મળી કે રાજસ્થાનના મનોહરપુર ટોલ બૂથ દ્વારા 8000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ ટોલ પ્લાઝા NH-8 હાઈવે પર છે. તે હાઇવે રૂ. 1,900 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ અંગે ગડકરીને પૂછવામાં આવ્યું હતું. તેનો જવાબ આપતાં ગડકરીએ સમગ્ર હિસાબ રજૂ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button