નેશનલ

Video: કેન્દ્રીય પ્રધાન ગડકરી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું NH 48 નું ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ

પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામના સ્થાનિકોએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો

સાબરકાંઠાઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે બપોર બાદ સાથે મળીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર ચાલી રહેલા રસ્તાના કામોનું સ્થળ પર સઘન નિરીક્ષણ કર્યું હતું. બંને મહાનુભાવો સાબરકાંઠાના મોતીપુરા-હિંમતનગર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

હિંમતનગરથી ચિલોડા જતા પ્રાંતિજ તાલુકાના રસુલપુર ખાતે કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતીન ગડકરી અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ગ્રામજનો દ્વારા ભવ્ય અભિવાદન સ્વાગત કરાયું હતું. હિંમતનગરથી ચિલોડા સુધીના નેશનલ હાઈવેના નિરીક્ષણ સમયે કેન્દ્રીય પ્રધાન અને મુખ્ય પ્રધાન પ્રાંતિજ રસુલપુર ખાતેથી પસાર થવાના હોવાથી ગ્રામજનો માર્ગમાં તેમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ગ્રામજનો દ્વારા ગામ નજીકથી નેશનલ હાઈવે પસાર થાય છે અને ખેડૂતોના ખેતર બીજી બાજુ છે. જેથી વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ઓવર બ્રિજની માગણી કરવામાં આવી રહી હતી; જે સ્વીકારતા ગ્રામજનોએ કેન્દ્રીય પ્રધાન અને મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા

નિરીક્ષણ દરમિયાન, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રોજેક્ટ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય પ્રધાનને ગુજરાત સરકાર કેન્દ્રીય પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button