G20 Venue Bharat Mandapam Flooded After Heavy Rain

G20 Summit Delhi: દિલ્હીમાં વરસાદને કારણે ભારત મંડપમ પાણીથી ભરાઈ ગયું, કોંગ્રેસે કહ્યું વિકાસ તરી રહ્યો છે

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ આયોજીત થઇ રહી છે, આ દરમિયાન દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. એવામાં G20 સમિટના આયોજન માટે બનાવવામાં આવેલા ભારત મંડપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચારેબાજુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાણીથી ભરેલા ભારત મંડપનો વીડિયો શેર કરતા ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે લખ્યું, ‘ કરોડો રૂપિયાના ખર્ચે G20 સભ્યોને હોસ્ટ કરવા માટે બનાવવામાં આવેલ ‘ભારત મંડપમ’ના તસ્વીરો. વિકાસ તરી રહ્યો છે…’

આ જ વિડિયો X પર કોંગ્રેસના સત્તાવાર મીડિયા પ્લેટફોર્મ INC-TV દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. અહીં લખ્યું હતું – બોદા વિકાસની પોલ ખુલી ગઈ. G20 માટે ભારત મંડપમ તૈયાર કરવામાં આવ્યો હતો. 2,700 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એક વરસાદમાં જ પાણી ફરી વળ્યું.

આ જ ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસ સહિત 30 થી વધુ દેશો અને સંગઠનોના નેતાઓની યજમાની કરી હતી.

સંબંધિત લેખો

Back to top button