Manmohan Singh ના અંતિમ સંસ્કાર બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મૂક્યો આ મોટો આરોપ
નવી દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ(Manmohan Singh)ના ગુરુવારે અવસાન બાદ આજે તેમની અંતિમ ક્રિયા નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર બાદ સ્મારક સ્થળને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર બાબતે અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
કેન્દ્ર સરકારે મનમોહન સિંહનું અપમાન કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ હજુ પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સમર્થન આપી રહી છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “અત્યાર સુધી, તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળોએ કરવામાં આવ્યા છે. જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ સર્વોચ્ચ સન્માન ભારત રત્નના હકદાર છે. જેમાં સરકારે દેશના આ મહાન પુત્ર અને તેના ગૌરવશાળી સમુદાયને આદર બતાવવો જોઈએ.
Also read:
આ પૂર્વે શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને પત્ર લખીને પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્મારક માટે અલગ જમીનની માંગણી કરી હતી. તેમજ અન્ય વડાપ્રધાનોની જેમ કોંગ્રેસ પણ મનમોહન સિંહ માટે અલગ સ્મારકની માંગ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે પણ ઉઠાવ્યા સવાલ
આ માંગમાં અકાલી દળ પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિગમ બોધ ઘાટ પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, મને આઘાત લાગ્યો છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. આ પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર ડૉ. મનમોહન સિંહ જીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે 1000 યાર્ડ જમીન પણ નથી ફાળવી શકતી.