નેશનલ
આયુર્વેદ આહાર ઉત્પાદનનાં લાઈસન્સ માટે એફએસએસએઆઈની વિશિષ્ટ સુવિધા

નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ પરંપરાગત આયુર્વેદિક ખાદ્ય ક્ષેત્ર માટે તેનાં ફૂડ સેફ્ટી કોમ્પ્લાયન્સ સિસ્ટમ (એફઓએસસીઓએસ) પોર્ટલ પર આયુર્વેદ આહાર ઉત્પાદનોનાં લાઈસન્સિંગ તથા રજિસ્ટ્રેશન માટે એક વિશિષ્ટ વિન્ડો અથવા તો સુવિધાની શરૂઆત કરી છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ તૈયાર કરવામાં આવેલા નવું માળખું દેશભરનાં ઉત્પાદકોને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ દ્વારા પરંપરાગત આયુર્વેદિક ખાદ્ય ચીજોનાં ઉત્પાદન અને વેચાણ માટે લાઈસન્સ તથા રજિસ્ટ્રેશનની અરજી માટે સક્ષમ બનાવશે.
એફએસએએસએઆઈનું આ પગલું આયુર્વેદ આહાર માટે `કાઈન્ડ ઑફ બિઝનૅસ'(કેઓબી) માળખું રજૂ કરે છે, જે અધિકૃત આયુર્વેદિક ગ્રંથોમાં દસ્તાવેજીકૃત થયેલ પરંપરાગત વાનગીઓને સમકાલીન ખાદ્ય સલામતી અને ગુણવત્તાના ધોરણો સાથે સંરેખિત કરવા માટે રચાયેલ છે.