Packaged Water Categorized as High Risk

બોટલમાં પેક પાણી પીઓ છો! તો ચેતજો, પહેલા જાણી લો સરકારે શું કહ્યું…

નવી દિલ્હી: મુસાફરી, સમારોહ કે જાહેર સ્થળોએ શુદ્ધ પાણી માટે લોકો બોટલમાં પેક્ડ મિનરલ વોટર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના વપરાસમાં જંગી વધારો નોંધાયો છે, જો તમે પણ બોટલમાં પેક્ડ પાણી પીઓ છો તો ચેતવાની જરૂર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ડ્રિંકિંગ એન્ડ મિનરલ વોટરને ‘હાઈ-રિસ્ક ફૂડ કેટેગરી’ ની યાદીમાં મુક્યું છે. મતલબ કે બોટલમાં મળતું પાણી સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.

અગાઉ, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગના એસોશિએશને સરકાર પાસે નિયમો સરળ બનાવવાની માંગ કરી હતી. તેમણે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને FSSAI બંને પાસેથી પ્રમાણપત્ર લેવું ફરીયાત ન રાખવા વિનંતી કરી હતી. ઓક્ટોબરમાં આ ઉત્પાદનો માટે BIS તરફથી ફરજીયાત પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ સરકારે રદ કરી હતી.


Also read: વાયરલ ફિવરમાં આ ખોરાક થશે ઉપયોગી


થર્ડ પાર્ટી ઓડિટ ફરજીયાત: :
FSSAIએ 29 નવેમ્બર 2024 ના રોજ એક નોટીસ બહાર પાડી હતી. FSSAIની સૂચના અનુસાર, આ ઉત્પાદનો ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધિન રહેશે.

હવે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ, લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન મંજુર કરતા પહેલા ખાદ્ય ઉત્પાદનો માટે ઉત્પાદકો/પ્રોસેસરોનું નિરીક્ષણ ફરજિયાત છે. FSSAI ના આદેશ મુજબ, પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સહીત હાઈ-રિસ્ક ફૂડ કેટેગરીના ઉત્પાદનો બનાવતા વ્યવસાયોને FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત થર્ડ-પાર્ટી ફૂડ સેફ્ટી એજન્સીઓ દ્વારા વાર્ષિક ઓડિટ કરાવવાની ફરજીયાત રહેશે. હાઈ-રિસ્ક ફૂડ કેટેગરીમાં આવતા ઉત્પાદનો માટે કડક સેફટી મેઝર્સ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Back to top button