ટોપ ન્યૂઝનેશનલ

હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: બજારમાં આરોગ્યપ્રદ(healthy) હોવાના દાવા સાથે ઘણા પેકેજ્ડ ફૂડ વેચવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા ઘટકો હોય છે જે હકીકતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ફૂડ આઈટમ્સને બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ખાદ્ય ચીજોના પકેજ પર બોલ્ડ અને મોટા ફોન્ટમાં પર મીઠું(Salt), ખાંડ(Sugar) અને સેચ્યુરેટેડ ફેટ(Saturated fat) વિશેની માહિતી આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

FSSAIએ શનિવારે આ સંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી. FSSAI આ સંબંધમાં ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડશે અને હિતધારકોની ટિપ્પણીઓ મંગાવશે.

FSSAIએ જણાવ્યું હતું કે નિયમોમાં આ સુધારાનો હેતુ ગ્રાહકોને ઉત્પાદનમાં રહેલા પોષક મૂલ્ય(Nutritional Value)ને વધુ સારી રીતે સમજવા અને એ મુજબ ખરીદીના નિર્ણયો લેવા મદદ કરશે. પોષક માહિતી લેબલિંગ સંબંધિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ અને ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ, 2020 માં સુધારાને મંજૂરી આપવાનો નિર્ણય FSSAIના અધ્યક્ષ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારો ગ્રાહકોને સ્વાસ્થ્યને અનુરૂપ પ્રોડક્ટની પસંદગી કરવા માટે મદદ કરશે સાથે, આ સુધારો નોન કમ્યુનીકેબલ ડિસીઝ (NCDs) ના ફેલાવાને રોકવા અને જાહેર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં પણ ફાળો આપશે. સ્પષ્ટ અને ચોક્કસ લેબલીંગને પ્રાથમિકતા આપવાથી NCDs સામે લડવાના વૈશ્વિક પ્રયાસોમાં મદદ મળશે.

આ પણ વાંચો : Packaged Fruit juice મામલે FSSAIએ કંપનીઓને આપ્યો આ આદેશ, તમે પણ ચેતી જાઓ

FSSAIએ ફૂડ બિઝનેસ ઓપરેટરોને 100 ટકા ફ્રુટ જ્યુસના દાવાઓ કરતી જાહેરાતો બંધ કરવા અને ઉત્પાદનો પર આવા લેબલોને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું. તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને પણ 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં પ્રી-પ્રિન્ટેડ પેકેજિંગ મટિરિયલ્સ ફેઝ આઉટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

બજારમાં આવા ઘણા ઉત્પાદનો વેચાય છે, જે આરોગ્યપ્રદ પસંદગી તરીકે પેક કરવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા ઘટકો હોય છે જે નુકસાન પહોંચાડે છે. જો કે, તમામ ઉત્પાદનો પોતાને તંદુરસ્ત તરીકે માર્કેટિંગ કરે છે. જ્યારે પણ તમે કોઈપણ પેકેજ્ડ ફૂડ ખરીદો, તમારે તેનું લેબલ ચેક કરવું જોઈએ. પેક્ડ ફૂડને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા શરીર માટે હાનિકારક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button