નેશનલ

દોસ્ત દોસ્ત ના રહા: યુપીમાં પૈસા માટે મિત્રએ મિત્રની સાથે કર્યું આ કારસ્તાન

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં એક અજીબો ગરીબ કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં એક વ્યક્તિએ પૈસા માટે પોતાના મિત્રનું અપહરણ કર્યું હતું. જેના માટે તેને કાવતરું રચીને પહેલા એક ફ્લેટ ભાડે લીધો અને પછી તેના મિત્રને ત્યાં બોલાવ્યો અને પછી તેને બંધક બનાવીને માર માર્યો. અને આ કાવતરા માટે તેને બીજા લોકોને પણ અપરાધમાં સામેલ કર્યા હતા.

આઠ આરોપીઓએ દિલ્હીના એક મોટા ઉદ્યોગપતિનું અપહરણ કરીને તેમને બંધક બનાવ્યા અને વેપારી પાસેથી 2 કરોડ 75 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 કરોડ 25 લાખ રૂપિયા અને એક સ્કોર્પિયો કાર રિકવર કરી છે. ગાઝિયાબાદ પોલીસે શિલ્પા ત્યાગી, હર્ષિત, કાર્તિક, પ્રદીપ, પિતાંબર, નિમેશ અને નિશાનની ધરપકડ કરી છે. જો કે આ કેસનો માસ્ટર માઇન્ડ વાસુ ત્યાગી દેહરાદૂન જેલમાં બંધ છે.


વાસુ ત્યાગીની મિત્રતા શશાંક શર્મા બંને ખાસ મિત્રો હતા. શશાંક શર્મા દિલ્હીમાં રહે છે અને સહારનપુરમાં કપડાની ફેક્ટરી ધરાવે છે. વાસુ જાણતો હતો કે શશાંક પાસે પૈસાની કોઈ કમી નથી અને તેની દિનચર્યાના વ્યવહારમાં ઘણા પૈસા આવે છે. તેમની મિત્રતાનો લાભ લઈને વાસુએ 14 ઓક્ટોબરે શશાંકને ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવીને શશાંકની મારપીટ કરી અને 6 કરોડ રૂપિયાની માંગણી કરી. શશાંકે કોઈ રીતે 2 કરોડ 75 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને આ રકમ આરોપીઓને આપી.


આ કેસમાં અન્ય લોકો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા, પરંતુ વાસુ ત્યાગી 18 ઓક્ટોબરના રોજ એક જૂના ગુનાહિત કેસમાં દેહરાદૂનની કોર્ટમાં હાજર થયો ત્યાંથી જ પોલીસ તેને સીધો જેલમાં લઇ ગઇ હતી. ગાઝિયાબાદના ડીસીપીએ જણાવ્યું હતું કે શશાંક શર્માએ આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત થયા બાદ પોલીસને આ બાબતની ફરિયાદ કરી હતી. આ ષડયંત્રમાં વાસુ ત્યાગીના પતિ-પત્ની અને પત્નીનો ભાઈ પણ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button