ટોપ ન્યૂઝનેશનલ

Weather Update: હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે. જેના કારણે પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. મંડી, કાંગડા, કુલ્લુ અને ચંબામાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે લાહોલ-સ્પીતિમાં ભારે હિમવર્ષા અને શિમલા જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉના અને હમીરપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હિમાચલ ઉપરાંત આ રાજ્યોમાં બરફવર્ષાની સંભાવના

આજે હિમાચલ પ્રદેશ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા સાથે વાવાઝોડાની શક્યતા છે. 28 ફેબ્રુઆરીના રોજ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડું આવી શકે છે. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ આસામ અને મેઘાલયમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવાના વિવિધ વિસ્તારોમાં ગરમીની અસર અનુભવાઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન અહીં ખૂબ જ ગરમી રહેશે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં અને ત્યારબાદ તે ધીમે ધીમે 2-4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button