રાજ્યોની મફત યોજનાઓ વિકાસને નુકશાન પહોંચાડી શકે છે, RBIના બુલેટીનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી
મુંબઈ: જે તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો વસ્તુઓ અને સેવાઓના મફત વિતરણના વચનો આપતા હોય છે, અર્થકારણના નિષ્ણાંતો આ પ્રેક્ટીસ સામે અનેકવાર વધો ઉઠાવી ચુક્યા છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આરબીઆઈ બુલેટિનના ડિસેમ્બર અંકમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બર, 2024-25ના બજેટ અંદાજની ટકાવારી તરીકે કુલ રાજકોષીય ખાધ કેન્દ્ર અને રાજ્યો બંને માટે ઘટી છે. આનું મુખ્ય કારણ વધુ આવક, મહેસુલી ખર્ચમાં ધીમી વૃદ્ધિ અને મૂડી ખર્ચમાં ઘટાડો હતો. આનાથી મધ્યમ ગાળામાં વૃદ્ધિની સંભાવનાઓને મદદ મળશે.
Also Read – RBI એ બેંકોને એસેટ વેલ્યૂમાં થતો ઘટાડો રોકવા આપ્યો આ આદેશ
મફત યોજનાઓ અર્થતંત્ર માટે હાનીકારક:
ઘણા રાજ્યો દ્વારા તેમના 2024-25ના બજેટમાં જાહેર કરાયેલી મફતની યોજનાઓને કારણે જટિલ સામાજિક અને આર્થિક માળખાના વિકાસને અસર થઈ શકે છે. લેખમાં વધુમાં જણાવાયું છે કે ઘણા રાજ્યોએ 2024-25 માટે તેમના બજેટમાં મફત યોજનાની જાહેરાત કરી છે. હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત અનેક રાજ્યોએ કૃષિ અને ઘરેલું ક્ષેત્ર માટે મફત વીજળી, મફત પરિવહન, બેરોજગાર યુવાનોને ભથ્થાં અને મહિલાઓને નાણાકીય સહાય સહિત અનેક રાહતોની જાહેરાત કરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કર વસૂલાતમાં વૃદ્ધિ નોંધાવી છે અને આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે લેખમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના છે અને તેના મંતવ્યો રજૂ કરતા નથી.
ભારતીય અર્થતંત્ર મંદી માંથી બહાર આવી રહ્યું છે:
લેખમાં જણાવવામાં આવ્યું કે ભારતીય અર્થતંત્ર સપ્ટેમ્બરમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જોવા મળેલી મંદી માંથી બહાર આવી રહ્યું છે, જેને તહેવારોની પ્રવૃત્તિઓ અને ગ્રામીણ માંગમાં સતત વધારોને કારણે અર્થતંત્રને ટેકો મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ડિસેમ્બર બુલેટિનમાં પ્રકાશિત ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ પરના લેખમાં આ માહિતી આપવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર સ્થિર વૃદ્ધિ અને મધ્યમ ફુગાવા સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
લેખ અનુસાર, “2024-25ના ત્રીજા ક્વાર્ટર માટે મહત્વપૂર્ણ ડેટા (HFI) દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર બીજા ક્વાર્ટરમાં જોવા મળેલી મંદીમાંથી બહાર અવી રહ્યું છે.