ફ્રાંસને મળ્યા ૩૪ વર્ષીય ગે વડા પ્રધાન
પેરિસ: ૩૪ વર્ષના ગેબ્રિયલ અટલ ફ્રાંસના સૌથી નાની વયે વડા પ્રધાન બનનારા નેતા બન્યા છે. તેઓ ગે છે.
દરમિયાન, ફ્રાંસના પ્રમુખ એમ્યુનલ મેર્કોન રાજકીય દબાણ હેઠળ પોતાના કાર્યકાળની નવી મુદત શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગેબ્રિયલ અટલ અત્યાર સુધી સરકારી પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન હતા.અગાઉ, પુરોગામી એલિઝાબેથ બોર્નેએ સોમવારે રાજકીય દબાણ હેઠળ રાજીનામું આપ્યું હતું. ફ્રાંસમાં ગેરકાયદે રહેતા વિદેશીઓનો દેશનિકાલ કરવાની કડક જોગવાઇ ધરાવતા ઇમિગ્રેશન લૉને પગલે ફ્રાંસમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. એમ્યુનલ મેર્કોન ૨૦૧૭માં ફ્રાંસના પ્રમુખ બન્યા ત્યારે તેઓ દેશના સૌથી યુવાન પ્રમુખ હતા. તેઓ ગેબ્રિયલ અટલની સાથે મળીને નવી સરકારની જાહેરાત કરશે. સોશિયાલિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય ગેબ્રિયલ અટલ ૨૦૧૬માં મેર્કોનની સાથે જોડાયા હતા અને ૨૦૨૦થી ૨૦૨૨ સુધી સરકારી પ્રવક્તા રહ્યા હતા. તેમણે શાળાઓમાં મુસ્લિમ છોકરીઓ દ્વારા પહેરાતા હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. (એજન્સી)