ફ્રાન્સ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારશે
નવી દિલ્હી: ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે 30,000 ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે અગાઉ આ મુદ્દે તેમને જાહેરાત કરી હતી. ગયા વર્ષે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસના મુખ્ય અતિથિ તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસની મુલાકાત લીધાના એક મહિના બાદ જ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાની વાત કરી હતી.
આ ઉપરાંત ફ્રેન્ચ નેતાએ સોશિયલ મીડિયાની એક્ પોસ્ટ દ્વારા 2030 સુધીમાં લગભગ 30,000 વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે આમંત્રિત કરવાની યોજના શેર કરી હતી. આ ઉપરાંત તેમને કેપ્શનમાં લખ્યું હતું કે આ એક મહત્વાકાંક્ષી લક્ષ્ય છે, પરંતુ હું તેને સાકાર કરવા માટે કટિબદ્ધ છું.
તેમજ ફ્રેન્ચ પ્રમુખ મેક્રોને જણાવ્યું હતું કે ફ્રેન્ચ ભાષા શીખવા માટે દેશમાં આંતરરાષ્ટ્રીય વર્ગોના જોડાણ સાથેના નવા કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફ્રેન્ચ ભાષા શીખવાની ફ્રાન્સ દેશમાં ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બની જશે.
ફ્રાન્સમાં આવવાનો અર્થ એ છે કે તમને શ્રેષ્ઠ તક મળી રહેશે તમારા ભવિષ્યને બનાવવાની. અને તેના માટે ફ્રાન્સમાં આવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ શીખવાના ક્લાસ પણ શરૂ કરવા માટે એક નેટવર્ક વિકસાવવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ફ્રેન્ચ નથી આવડતું તેમને પણ અમારી યુનિવર્સિટીઓમાં જોડાવા માટે પરવાનગી આપવામાં આવશે. તેમજ ફ્રાન્સમાં અભ્યાસ કરેલા કોઈપણ ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવી દેવાશે.
આ ઉપરાંત મેક્રોને જણાવ્યું હતું કે અમારી પાસે હવે QS રેન્કિંગમાં 35 યુનિવર્સિટીઓ છે, અને ઉચ્ચ શિક્ષણ રેન્કિંગમાં લગભગ 15 છે. ત્યારે ભારત અને ફ્રાન્સે સાથે મળીને ભવિષ્યમાં ઘણું બધું કરવાનું છે.
નોંધનીય છે કે અગાઉ સપ્ટેમ્બર 2023માં, જાહેરાત બાદ ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસે વધુ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પાંચ વર્ષના વિઝા સહિત અનેક પગલાં લીધાં હતાં.