નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના બુરાડીમાં એક મોટી દુર્ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. અહી ઓસ્કાર પબ્લિક સ્કૂલની નજીક આવેલી ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. ઇમારતના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
ઉત્તર દિલ્હીના બુરાડીની ઘટના પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર દિલ્હીના બુરાડીમાં અચાનક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઇમારત ઓસ્કાર પબ્લિક સ્કૂલની નજીક આવેલી છે. ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી લગભગ 4 થી 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ 10 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની વિગતો મળી રહી છે. હાલ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.
ફાયર વિભાગના અધિકારીએ આપી માહિતી દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ આ માહિતી આપી હતી. હજુ પણ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની DFSને હજુ પણ શંકા છે. DFSના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, “આ ઘટના સાંજે 6:56 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારબાદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નવ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.
Also read:રાયપુરમાં મોટી દુર્ઘટના ઘટી; બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 શ્રમિકોના મૃત્યુ…
અરવિંદ કેજરીવાલે વ્યક્ત કર્યું દુખ AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દુઃખ વ્યક્ત કરતાં લખ્યું, “આ ઘટના ખૂબ જ દુઃખદ છે. બુરાડીના અમારા ધારાસભ્ય સંજીવ ઝાને તાત્કાલિક પક્ષના કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને મદદ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ સ્થાનિક લોકોને શક્ય તેટલી મદદ કરો.