નેશનલ

ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે આજે ચાર રાજ્યનો જનાદેશ

મ.પ્ર.ની ૨૩૦ બેઠક, રાજસ્થાનની ૧૯૯, છત્તીસગઢની ૯૦ અને
તેલંગણાની ૧૧૯ બેઠક માટે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ

નવી દિલ્હી: આજે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાની સ્પર્ધાની સેમી-ફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં રહેલી કૉંગ્રેસ અને મધ્ય પ્રદેશમાં શાસન કરી રહેલું ભાજપ આ ત્રણેય રાજ્યોમાં સીધું જંગમાં છે. જ્યારે કે. ચંદ્રશેખર રાવના વડપણ હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) તેલંગણામાં હેટ્રિકની આશા રાખી રહી છે. પોસ્ટલ બેલેટથી શરૂ કરીને મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકો, છત્તીસગઢની ૯૦ બેઠકો, તેલંગાણાની ૧૧૯ બેઠકો અને રાજસ્થાનની ૧૯૯ બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને માત્ર માન્ય પાસ ધરાવતા લોકોને જ મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

મે મહિનામાં ભાજપ પાસેથી કર્ણાટક છીનવી લીધા બાદ કૉંગ્રેસની નજર મધ્ય પ્રદેશ અને તેલંગણા પર છે. તેમજ રાજસ્થાન અને છતીસગઢમાં સત્તા જાળવી રાખવાની આશા સેવી રહી છે. વિધાનસભા ચૂંટણીઓમાં પ્રભાવશાળી પ્રદર્શન ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા વિપક્ષી ભારત ગઠબંધનમાં પક્ષની સ્થિતિને વેગ આપશે.

મધ્ય પ્રદેશમાં ૨૩૦ વિધાનસભા બેઠકો માટે મતગણતરી ૫૨ જિલ્લા મુખ્યાલયોમાં થશે. જેમાં ૨,૫૩૩ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ૨૩૦ બેઠકોમાંથી ૪૭ અનુસૂચિત જનજાતિ અને ૩૫ અનુસૂચિત જાતિ માટે અનામત
છે. રાજસ્થાનમાં ૧૯૯ બેઠકો પર ૧,૮૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં છેલ્લા ત્રણ દાયકામાં દર પાંચ વર્ષે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તાનો ફેરબદલ થયો છે. બેલેટ પેપરની ગણતરી રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. રાજ્યમાં બેલેટ પેપરની ગણતરી માટે ૯૭૯ જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે ઇવીએમ મશીનમાં મતોની ગણતરી સવારે ૮-૩૦ વાગ્યે શરૂ થશે.

છત્તીસગઢમાં એલડબ્લ્યુઇથી પ્રભાવિત જિલ્લાઓ સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં તમામ મતગણતરી કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટની ગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરીના અડધા કલાક પછી ઇવીએમમાંથી મતોની ગણતરી પ્રક્રિયા શરૂ થશે. અહીં કુલ ૧,૧૮૧ ઉમેદવારો મેદાનમાં છે.

તેલંગણા ચૂંટણીમાં ૨,૨૯૦ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જેમાં બીઆરએસ સુપ્રીમો ચંદ્રેશખર રાવ, તેમના મંત્રી-પુત્ર કે.ટી. રામા રાવ, ટીપીસીસી પ્રમુખ એ. રેવંત રેડ્ડી અને ભાજપ લોકસભા સભ્યો બંડી સંજય કુમાર, ડી. અરવિંદ અને સોયમ બાપુ રાવનો સમાવેશ થાય છે. બીઆરએસએ તમામ ૧૧૯ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો