નેશનલ

દિલ્હીના શાસ્ત્રીનગરમાં આગમાં બે બાળકો સહિત ચારનાં મોત

આગ: દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારમાં લાગેલી આગમાં બે બાળક સહિત ચારનાં મોત થયાં હતાં. આગ ફાટી નીકળી હતી તે રહેવાસી ઈમારતની બહાર બચાવટુકડીના
સભ્યો. (એજન્સી)

નવી દિલ્હી: દિલ્હીના શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ બે બાળકો અને એક પરિણીત દંપતીનું ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પીડિતોની ઓળખ મનોજ(૩૦), તેની પત્ની સુમન(૨૮) અને પાંચ અને ત્રણ વર્ષની બે બાળકીઓ તરીકે કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અમને હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે ચાર લોકો- બે બાળકો અને એક પરિણીત યુગલ ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે. વધુ તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં વહેલી સવારે ૫-૨૦ વાગ્યાની આસપાસ તેમને કોલ આવ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસની ટીમ, ચાર ફાયર ટેન્કર, એમ્બ્યુલન્સ અને પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી તે ચાર માળની છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર પાર્કિંગની સુવિધા છે. તેઓએ કહ્યું કે આગ પાર્કિંગમાંથી શરૂ થઇ હતી અને ધુમાડાએ આખી ઇમારતને ઘેરી લીધી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શેરી સાંકડી હોવા છતાં ફાયર અધિકારીઓ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. દરેક માળે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્રણ પુરૂષો, ચાર મહિલાઓ અને બે બાળકોને હેડગેવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત