હરિયાણાના સોનીપતમાં માર્ગ અકસ્માતમાં ચાર નેપાળીનાં મોત | મુંબઈ સમાચાર

હરિયાણાના સોનીપતમાં માર્ગ અકસ્માતમાં ચાર નેપાળીનાં મોત

ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક કારની ટક્કરથી સાઇકલ અને સ્કૂટર પર સવાર ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તમામ નેપાળના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર સોનીપતના મામા-ભાંજા ચોક ખાતે મધરાતે અકસ્માત થયો હતો.

સાઇકલ ચલાવી રહેલા એક ઘાયલની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. કુમારના જણાવ્યા મુજબ કારે ચાર સાઇકલ સવારો અને એક સ્કૂટર ચાલકને ટક્કર મારી હતી અને તેઓ હવામાં ફંગોળાયા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા ચારેય લોકો નેપાળના હતા. પાંચેય સોનીપતના બેન્કવેટ હોલમાં કામ કરતા હતા અને મધરાતે સોનીપતમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

એસએચઓના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ ઘટનામાં કારના ડ્રાઇવર અને તેની સાથેના અન્ય બે લોકોને પણ ઇજા થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Back to top button