તમિલનાડુમાં ટ્રેક પર સફાઈ કરી રહેલા સ્ટાફને ટ્રેને અડફેટે લીધા; ચારનાં મોત, એક મૃતદેહની શોધ
ચેન્નઈ: તમિલનાડુના પલક્કડમાં કેરળ એક્સપ્રેસે ટ્રેક પર કામ કરી રહેલા ચાર સફાઈ કામદારોને ટક્કર મારી હતી. આ અથડામણમાં ચારેય સફાઈ કામદારોના મોત થયા છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ચારેય સફાઈ કામદારો ટ્રેક પરથી કચરો એકઠો કરી રહ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બ્રિજ પર સફાઈ કામદારો કચરો એકઠો કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેને તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તમામ સફાઈ કામદારો પુલ પરથી નીચે પડી ગયા હતા. તેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક સફાઈ કામદારનો મૃતદેહ મળ્યો નથી.
આ પણ વાંચો: થાણેમાં હિટ ઍન્ડ રનનો કેસ: મર્સિડીઝકારે અડફેટે લેતાં સ્કૂટરસવાર યુવકનું મૃત્યુ
રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત શનિવાર સાંજે શોરાનુર રેલ્વે સ્ટેશન નજીક થયો હતો. દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસની ટક્કરથી તમિલનાડુના ચાર સફાઈ કર્મચારીઓના મોત થયા છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. નવી દિલ્હી-તિરુવનંતપુરમ ટ્રેને લગભગ 3.05 વાગ્યે આ કર્મચારીઓને ટક્કર મારી હતી. આ સફાઈ કામદારો રેલ્વે સ્ટેશનથી થોડાક કિલોમીટર દૂર શોરાનુર પુલ પાસે રેલ્વે ટ્રેક પરથી કચરો સાફ કરી રહ્યા હતા. ટક્કરના કારણે સફાઈ કામમાં લાગેલા રેલવે કર્મચારીઓ ટ્રેક પરથી નીચે પડી ગયા હતા.
આ પણ વાંચો: Surat માં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
એક મૃતદેહની શોધખોળ ચાલુ:
પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળ પરથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ચોથા મૃતદેહને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે ભરતપુઝા નદીમાં પડી હોવાની શંકા છે. રેલવે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે હાજર છે. શોરાનુર રેલ્વે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સંભાવના છે કે સ્ટાફે ટ્રેન આવતી જોઈ ન હોય, જેના કારણે અકસ્માત થયો, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે.”